97,200નો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી ભુજ એલ.સી.બી.

872

ભુજ : પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પંચાલનાઓની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આજ રોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મહેંદ્રસિંહ ભીમજી સોઢા રહે.

ઝુરાકેમ્પ વાળાના મકાનમાં રેઇડ કરતા બ્લુ મુડ વ્હીસ્કીની બોટલ નંગ-૧૨ કી.રૂ.૪૨૦૦/-તથા ક્રેઝી રોમીયો વ્હીસ્કીના કવાટરીયા નંગ-૫૨૮ કી.રૂ.૫૨૮૦૦/- તથા ચીયર્સ વ્હીસ્કી બોટલ-૧૨ કુલ રૂ.૪૨,૦૦/- નો તથા કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના એલ્યુમીનીયમના ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૩૬૦ કિ.રુ.૩૬૦૦૦/-નો એમ અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર એમ કુલ્લે- કિ.રુ.૯૭,૨૦૦/ -ના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) મહેંદ્રસિંહ ભીમજી સોઢા ઉવ.૨૫ રહે.ગામ-ઝુરાકેમ્પ તા.ભુજ (ર) દુજુભા જાડેજા રહે-ગામ ચાવડકા તા.નખત્રાણાવાળાઓને અટક કરી આરોપીઓ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.