કેરા ગામમાં જાહેર રસ્તા પર થયેલ દબાણ દુર કરવા રજુઆત

271

ભુજ : તાલુકાના કેરા ગામે જાહેર રસ્તાને બંદ કરી કરવામાં આવેલ દબાણ દુર કરવા હુશેન થેબા નામના સામાજિક કાર્યકરે પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કેરા ગામના રહેવીસી હરાજી જીણા ભીમાણી અને દેવજીભાઇ ના વરંડા વચ્ચે જે જાહેર માર્ગ છે તે ખેતરપાળ મંદિર અને બાળકોના બગીચા તરફ જવાનો એકમાત્ર રસ્તો છે. આ રસ્તા પર કેરા ગામના અજીજ સુલતાન મોરાણી નામના વ્યક્તિએ પાકું દબાણ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. લોકોની અવરજવર માટેના આ જાહેર રસ્તા પર થયેલ દબાણ તંત્ર દુર કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.