મુસ્લિમ સમાજની માંગનો પડઘો પાડવા મહાસંમેલનનો ઘડાતો તખ્તો : ભુજમાં બેઠક યોજાઇ

1,508

ભુજ : આજે ભુજની હોટલ ઇલાર્ક ખાતે ગુજરાત મુસ્લિમ એકતા મંચના નેજા તળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જીલ્લામાં મુસ્લિમ એકતા મંચનું સંગઠન કચ્છમાં ઉભું કરી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવી આગામી સમયમાં રાજય કક્ષાનું મહાસંમેલન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મુસ્લિમ એકતા મંચ દ્વારા રાજયના મુસ્લિમોને કનડતા વિવિધ પ્રશ્નો મુદે જાગૃત કરી આગામી સમયમાં રાજય સરકાર સમક્ષ ગુજરાતના મુસ્લિમોની માંગણીઓ મૂકવા આગામી સમયમાં મહાસંમેલન યોજવાની રણનીતિ ઘડાઈ છે.

જે અંતર્ગત સંગઠન માળખું કચ્છના વિવિધ વિસ્તારો સુધી વિસ્તારવા અંગે કચ્છના વિવિધ ક્ષેત્રો અને વિસ્તારોમાંથી યુવાનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતાં. આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓથી લઈને રાજયમાં લઘુમતી આયોગની રચના મુદે સરકાર સમક્ષ માંગણીનો પડઘો પાડવા વિશાળ સંમેલનને તૈયારીના ભાગરૂપે રાજયમાં ઝુંબેશ ચલાવાઇ રહી છે જેમાં કચ્છ જીલ્લાના મુસ્લિમો પણ વધુમાં વધુ જોડાય તેવી હાકલ જુનાગઢથી ઉપસ્થિત રહેલા ઇમ્તિયાઝ પઠાણે કરી હતી. સમગ્ર કાર્યક્રમ ગોઠવવા ભચાઉના સૈયદ અનવરશા એ ખાસ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મોહસીન હિંગોરજા કર્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.