માધાપર નીમાબેન ના કાર્યાલય સામે પાટીદારોનું પ્રદર્શન : લગાવ્યા “જય સરદારના નારા”

3,057

માધાપર : આજે ભારતીય જનતા પાર્ટીના ભુજ વિધાનસભા ના ઉમેદવાર નીમાબેન આચર્યાનો કાર્યાલય માધાપર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. માધાપર ચંદન કોમ્લેક્સ ની બાજુમાં આ કાર્યાલય શરૂ કરાયો હતો. કાર્યાલયની શરૂઆત થયાના થોડા સમયમાં જ ત્યાં અચાનક પાટીદાર યુવાનો આવી પહોંચ્યા હતા. આ યુવાનોએ આવવની સાથે જ “જય સરદાર” અને ભાજપ હાય હાય ના નારા લગાડવાનું ચાલુ કરતા આસપાસમાં ઉભેલા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.

ત્યારે માધાપરમાં પણ પાટીદાર ઈફેક્ટ છે તેવું લોકોને જોવા મળ્યું હતું. જોકે અનામત આંદોલન પછી માધાપર ગામમાં ક્યારે પાટીદાર અનામત આંદોલનની ઈફેક્ટ જોવા મળી નથી. પણ એકા એક આ ઈફેક્ટ દેખાતા ભુજ વિધાનસભા નું રિઝલ્ટ કંઈક અલગ જ આવશે તેવું લોકોમાં ચચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માધાપર નવાવાસ એ પાટીદારોની બહોળી વસ્તી ધરાવતું ગામ છે. 22000 જેટલા વોટ ધરાવનાર આ ગામમાં પાટીદાર અનામત આંદોલનની ઈફેક્ટથી ભાજપની ભુજ વિધાનસભા પર જીત ની ગણિત ઉંધી પડી શકે છે તેવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.