માધાપરમાં વીર દેવાયત બોદર આહીરની પ્રતિમાનું અનાવરણ

955

માધાપર : જૂનાગઢના રા નવઘણના પ્રાણ બચાવવા જેણે પોતાના દીકરાની  કુરબાની આપી એવા વીર આહીર દેવાયત બોદરની પ્રતિમાનું માધાપર ભુજ રિંગ રોડ પર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે આહીર સમાજની દીકરીઓ તથા દેવાયત બોદરના વંશજોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.  માધાપર આહીર બોડીંગથી આહીર સમાજની દીકરીઓના સામૈયા સાથે તમામ જ્ઞાતિજનોએ  શોભાયાત્રા કાઢી હતી. પ્રતિમાના દાતા પુંજાભાઈ હમીરભાઇ આહીર રહ્યા હતા. સાંજે યોજાયેલ સમૂહ ભોજનનું આયોજન દાતા હરિ હીરા જાટિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ કાર્યમાં સહયોગ આપનાર દાતાઓનું માધાપર આહીર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આહીર બોડીંગ મધ્યે લોક સાહિત્ય તેમજ આહીર સમાજના પરંપરાગત રાશ ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કર્યક્રમમાં દેવરાજ ગઢવી ઉપલેટા વાળાએ લોકસાહિત્ય રજુ કર્યો હતો. આ સમગ્ર કાર્યને પૂરું પાડવા ભૂમિ પૂજનથી લઈને અનાવરણ સુધી આહીર સમાજના જ્ઞાતિજનોએ તન મન અને ધનથી સહયોગ આપી કાર્યને સફળતા પૂર્વક પાર પડ્યો હતો. આ પ્રસંગને માધાપર આહીર સમાજના 2500 જેટલા જ્ઞાતિજનોની ઉપસ્થીતીએ યાદગાર બનાવ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.