આર.આર. સેલે નખત્રાણા ના તરા ગામેથી એલ.ડી.ઓ ક્રુડનો જથ્થો પકડ્યો

361

નખત્રાણા : આજ રોજ એ. જી. પી. સાહેબ બોર્ડર રેન્જ ની સૂચના થી આર. આર. સેલ બોર્ડર રેન્જ ભુજના ઇન્ચાર્જ પી.એસ.આઈ. કેબી ઝાલા તથા યુ.એચ .સી કિશોરસિંહ જાડેજા, એ. એચ.સી મજિદ સમા એ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી મળતા તિલેષસિંહ હનુભા જાડેજા રહે, તરા તા. નખત્રણાએ તરા ગામની સીમમાં સરકારી પડતર જમીન પાર પોતાના કબ્જામાં ચોરી કે છળ કપટથી મેળવેલ એલ.ડી.ઓ. ક્રુડનો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે આર.આર. સેલ દ્વારા તે જગ્યા પર રેઇડ કરતા તિલેષસિંહ હનુભા જાડેજા હાજર રહેલ નહિ પણ એલ.ડી.ઓ ક્રૂડ (બળેલ ઓઇલ ) લીટર ૧૦૦૦ તથા ખાલી બેરલો ૧૧૧ નંગ સહીત ૨૬૧૫૦ રૂપિયાનો મુદામાલ સી, આર. પી. સી. ૧૦૨ મુજબ કબ્જે કરી નખત્રાણા પોલીસને આગળની કાર્યવાહી સોંપવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.