એલ.સી.બી. પશ્ચિમ કચ્છએ કચ્છ જિલ્લામાંથી તડીપાર ઇસમને મિરઝાપરથી દેશી દારૂ સાથે ઝડપી લીધો

273

ભુજ :એસ.ડી.એમ. ભુજનાઓના હુકમથી આરોપી અધા મામદ બુઢા કોલી,ઉ.વ.૪૫,રહે. યક્ષ મંદિર પાસે, કોલીવાસ, મિરઝાપર,તા.ભુજ કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાંથી તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને તા.૨૭/૧૦/૨૦૧૭ ના રોજ બજવણી કરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે મોકલવામાં આવેલ હતો. પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબના માર્ગદર્શન અને સુચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ગત રાત્રીના જનરલ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે

ઉપરોક્ત આરોપી એસ.ડી.એમ.શ્રી,ભુજના ઉપરોક્ત તડીપાર હુકમનો ભંગ કરી પોતાના રહેણાંક મકાને હાજર મળી આવેલ હોય મજકુર ઇસમના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરતા દેશી દારૂની થેલી નંગ- ૧૦૦ (લિટર-૨૫), કિં.રૂા.૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહીબિશન તેમજ એસ.ડી.એમ.શ્રી,ભુજના હુકમના ભંગનો એમ બે અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવી આગળની તપાસ ભુજ શહેર ‘‘એ’’ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.