ભુજ મહાવીરનગર ખાતેથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડતી એલ.સી.બી

499

ભુજ : પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસોને બાતમી રાહે મળેલ ખાનગી હકિકત આધારે આરોપી હિતેશ દેવગર ગોસ્વામી,ઉ.વ.૩૧,રહે. મ.ન.૨૦૨, પ્રશાંતપાર્ક-૨, મહાવીરનગર, ભુજ વાળાના રહેણાંક મકાનમાં રેઇડ કરી મકાનમાં ઝડતી તપાસ કરતા (૧) પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૧૬૮ (ર ) રોયલ સ્ટેગ વ્હીસ્કીની બોટલ નંગ-૧૮ (૩)ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ (૪) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૨૩

(૫) બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ-૩ (૬) સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-૬ (૭) ક્રેઝી રોમીયો વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૦૦ મળી કુલ્લે રૂા. ૯૬,૦૫૦/- નો વેચાણ અર્થે રાખી તથા મોબાઇલ ફોન નંગ-૧, કિં.રૂા.૫૦૦/- તથા રોકડા રૂપિયા ૧,૧૦૦/- મળી કુલ્લે રૂા ૯૭,૬૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા અને તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ તમામ દારૂનો જથ્થો આરોપી કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા રહે,જુની રાવલવાડી ભુજ વાળા પાસેથી લીધેલ હોવાની કબુલાત કરેલ હોય બન્ને ઇસમો સામે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબીશન ધારા તળે ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.