ભુજ શહેર બી ડીવીઝનના અનાર્મ્‍ડ પોલીસ કોન્‍સટેબલ લાંચ લેતા એ.સી.બી.ના કેસમાં પકડાયા

629

ભુજ, શનિવાર : ગત તા.૭/૧૧/૨૦૧૭ના ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પાસપોર્ટ ઈન્‍કવાયરી કરતા કરશનભાઇનો ફરિયાદીના મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ અને કહયું કે, તમારા કુટુંબીઓની ઈન્‍કવાયરી આવી ગયેલ છે અને તેઓના કહયા મુજબ કાર્યવાહી કરાવી પુત્ર અમનની ઈન્‍કવાયરી માટે કરશનભાઇના કહેવાથી ફરિયાદીએ રૂ.૧૦૦/- આપેલ બાદ તા.૧૦/૧૧/૨૦૧૭ના રોજ કરશનભાઇ પટેલે ફરિયાદીના મોબાઇલ ફોન ઉપર ફોન કરેલ કે તમારા બાકીના પાંચે જણાની પાસપોર્ટની ઈન્‍કવાયરી આવી ગયેલ છે. જે આધારેથી ફરિયાદી બધાને લઇ પોલીસ સ્‍ટેશન ગયેલ અને જરૂરી કાર્યવાહી કરેલ અને ફરિયાદી પોતાનું આધારકાડ ભૂલી ગયેલ હોઇ આધારકાર્ડ લઇ આવવા પર બાકી રાખેલ અને આ દરમ્‍યાન આક્ષેપિતે એક ઈન્‍કવાયરીના રૂ.૨૦૦/- લેખે ફરિયાદી પાસે રૂ.૧૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને અનુકુળતાએ આપી જવાનો વાયદો કરેલ વગેરે મતલબની ફરિયાદ હકિકત જાહેર કરેલ હતી.

ફરિયાદીની ઉપરોકત ફરિયાદ આધારે ઈ.ચા.પો.ઈ.શ્રી કચ્‍છ પશ્‍ચિમ એ.સી.બી.પો.સ્‍ટે.ભુજના ઓએ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્‍ટે., ભુજના એલ.આઇ.બી. પાસપોર્ટ રૂમ ખાતે લાંચના છટકાનું આયોજન કરાતાં આરોપીશ્રી કરશનભાઇ કાળાભાઇ પટેલ નાઓએ ફરિયાદીને મોબાઇલ ફોનથી બનાવવાળી જગ્‍યાએ બોલાવી ગેરકાયદેસરની રૂ.૮૦૦/- ની લાંચની માંગણી કરી સ્‍વીકારી, ઝડપાઇ જઇ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી ગુનો કરેલ છે. જેથી આરોપીશ્રી કરશનભાઇ કાળાભાઇ પટેલ, અનાર્મ્‍ડ પોલીસ કોન્‍સ.વર્ગ-૩ નાઓએ ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમો ૭,૧૩ (૧) (ઘ) તથા ૧૩(૨) મુજબનો ગુનો કરેલ હોય તેઓ વિરુધ્‍ધ કચ્‍છ (પશ્‍ચિમ) એ.સી.બી. પો.સ્‍ટે.ગુ.૨.નં.૦૨/૨૦૧૭ થી ગુનો દાખલ કરેલ છે અને ઉપરોકત ગુનાના કામે આરોપીને તા.૧૪/૧૧/૨૦૧૭ના કલાક ૦૧/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ પો.ઇ.શ્રી પાટણ એ.સી.બી. પો.સ્‍ટે., પાટણ નાઓએ હાથ ધરેલ છે તેવું ડી.પી.ચુડાસમા મદદનીશ નિયામક (મુ.મ.) લાંચ રૂશ્‍વત વિરોધી બ્‍યુરો, ગુજરાત રાજય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.