માધાપર નવાવાસ ના 2 વોર્ડની તેમજ વર્ધમાનનગર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયું આજે મતદાન

345

માધાપર : માધાપર નવાવાસ માંથી વિભાજીત થયેલી વર્ધમાનનગર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું. નવી બનેલી ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યો હતો. તેમજ ત્રણ સરપંચના ઉમેદવારોની પેનલો મેદાને હતી. આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થતા મતદારોએ વર્ધમાનનગરના પ્રથમ સરપંચને ચૂંટવા હોંશભેર મતદાન કર્યું હતું. જેમાં 71% મતદાન નોંધાયો હતો. વર્ધમાનનગર ગ્રામ પંચાયતમાં ટોટલ 1203 મતદારો નોંધાયેલા છે તેમાંથી 858 મતદારો એ મતદાન કર્યું હતું. જેમાં વોર્ડ નંબર 1  માં ૧૧૬ માંથી ૭૮, 2 માં 119 માંથી ૯૮, 3 માં 116 માંથી 86 , 4 માં 109 માંથી 79 , 5 માં 113 માંથી 77 , 6 માં 121 માંથી 104 , 7 માં 213 માંથી 160 , 8 માં 230 માંથી 176 નું મતદાન થયું હતું.

નાવવાસના વોર્ડ નંબર  8  અને 14 માટે મતદાન થયું 

માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સહીત 16 સભ્યોની પેનલ બિન હરીફ જાહેર થઇ હતી. જેમાં ટોટલ 18 માંથી ફક્ત 2 વોર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર 8 માં ટોટલ 529 માંથી 390  તેમજ વોર્ડ નંબર 14 માં 600 માંથી 379 મતદારોએ મતદાન કર્યું હતું. તમામ ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ કરી દેવામાં આવ્યા છે જેનું પરિણામ 1 નવેમ્બર ના જાહેર થશે.

Get real time updates directly on you device, subscribe now.