દારૂબંધી-અનામતના મુદા ટાઢા પડ્યા, રાજકીય નફા નુક્શાનની ચર્ચા ગરમ

179

તંત્રી લેખ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણીને અનુલક્ષીને અનેક નાટકીય વણાંકો આવવાનું શરૂ થઇ ગયું છે. આ દરમ્યાન ગુજરાતમાં સામાજિક આંદોલનો થકી ચર્ચામાં આવેલ યુવાન ચહેરાઓ રાજકીય પક્ષો સાથે જોડાતા દારૂબંધી-અનામત જેવા સામાજિક મુદા ટાઢા પડ્યા હોય અને રાજકીય નફા નુકશાનને વધારે મહત્વ મળી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. શનિવારે બે ચોંકાવનારા સમાચાર આવ્યા જેમાં પ્રથમ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં તેમજ પાટીદાર આંદોલનના રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયાનું જાણવા મળ્યુ. અલ્પેશ ઠાકોર દારૂબંધીના મુદાને લઈને ચર્ચામાં આવેલ અને દારૂબંધી માટે અનેક આંદોલન કર્યા. તેવીજ રીતે રેશ્મા પટેલ તથા વરુણ પટેલ પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવ્યા. રેશ્મા અને વરુણ પટેલે અગાઉ ભાજપ પર અનેક આક્ષેપો અલગ અલગ માધ્યમો દ્વારા લગાવ્યા હતા. વરુણ પટેલેનો તો પીએમ મોદી પાર આકરા પ્રહારો કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો તેને માંડ દસ થી બાર દિવસ થયા હશે.

રાજકીય પાર્ટીમાં જોડાવાથી ના તો દારૂબંધી ની અમલવારી કડક થઇ ના તો અનામત મળી. અનામત મુદે રેશ્મા પટેલને મીડિયા દ્વારા સવાલ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અનામત કોઈ પક્ષ આપી નહિ શકે. તો શું  અનામત અને દારૂબંધીનો મુદા હેઠળ આંદોલન કરી રહેલ નેતાઓને આ તમામ વિરોધ પ્રદર્શન રાજકીય મહત્વાકાંક્ષા પુરી કરવા કરી રહ્યા હતા ? તેવો સવાલ ગુજરાતની પ્રજા ના મનમાં ખટકી રહ્યો છે. આ સમગ્ર ઘટના ક્રમ બાદ સોશ્યલ મીડિયામાં ચર્ચા છેડાઈ હતી. જેમાં ભાજપ સમર્થિત લોકોએ અલ્પેશ ઠાકોરને ગદ્દાર બતાવી રહ્યા હતા તેમજ કોંગ્રેસ સમર્થિત લોકોએ રેશ્મા અને વરુણને ગદ્દાર બતાવી રહ્યા હતા ત્યારે કોણ ગદ્દાર છે અને કોણ નહિ તે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું રહેશે. પણ કોઈના ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાથી પ્રજાને શું ફાયદો થશે ? તે પણ એક પ્રશ્ન છે. બંને પક્ષનો રાજકારણ હાલમાં આંદોલન કારીઓની આસપાસ ફરી રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે દારૂબંધી-અનામતના મુદા રાજકીય મહત્વાકાંક્ષામાં પરિવર્તિત થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા પાયાની સુવિધા જેવીકે શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી અને ખેડૂતો ના મુદે કયો રાજકીય પક્ષ પહેલ કરશે તેની રાહ જોઈ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.