ગુજરાત ચૂંટણી ની ચિંતા છોડી અમિત શાહ પહોંચ્યા અમેઠી

112

લખનઉઃ અમિત શાહ મંગળવારે એક દિવસની મુલાકાતે કોંગ્રેસના ગઢ અમેઠી પહોંચ્યા હતા , જ્યાં 2019ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ એક વિશાળ શો કરશે. યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની પણ શાહની સાથે જ છે. અમેઠી ઉપરાંત શાહ સીતાપુર અને લખનઉ પણ જશે. શાહ લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર અમેઠીથી જ કરશે. અમેઠીના વિકાસ માટે ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓએ વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂર્હુત કર્યુ હતું. જનસભાને સંબોધતાં સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું. અને 2019માં અમેઠીમાં પણ કમળ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.