ભુજ કોંગ્રેસના ઉમેદવારના નામાંકન વખતે અધિકારીની ચેમ્બરમાં બન્ની પચ્છમના એકપણ આગેવાનને પ્રવેશ ન આપવું તે કોંગ્રેસનું બન્ની પચ્છમની પ્રજા પ્રત્યે અપમાનજનક વલણ : સકિલ સમા

2,007

ભુજ : આજે નામાંકનની પ્રક્રિયા વખતે કોંગ્રેસના ભુજ વિધાનસભાના ઉમેદવાર અરજણ ભુડીયા શાહી ઠાઠમાઠ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમના સમર્થકો ભલે હાજર હતા પરંતું ફોર્મ ભરતી વખતે બન્ની પચ્છમના કોઈ પીઢ આગેવાનને અધિકારીની ચેમ્બરમાં પોતાની સાથે સન્માનજનક સ્થિતિમાં બેસાડવાનું વિવેક ભાન કોંગ્રેસ ભૂલી છે, અથવા કોંગ્રેસ હજુપણ આ વિસ્તારને પોતાની મતબેન્ક જ સમજી રહી હોવાનો ગંભીર આક્ષેપ MIM ના ઉમેદવાર સકીલ સમાએ કર્યો છે.

હંમેશા કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરનાર બન્ની પચ્છમના આગેવાનો અને પ્રજા સાથે કોંગ્રેસના આ અપમાનજનક વર્તન બાદ તેની પડતીની ઘડીઓ ગણાઈ રહી છે. બન્ની- પચ્છમના મતો લેવા છે, પણ આ વિસ્તારનું માન સન્માન નથી જાળવવું એ દિવસો હવે પૂરા થઈ રહ્યા છે. જનતા કોંગ્રેસનો આ ચહેરો ઓળખી ગઈ છે, અને આગામી દિવસોમાં ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન ભુજ શહેર, બન્ની પચ્છમ સહિત વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોનો મોભો જાળવી તેમના અધિકાર આપશે. આજે કોંગ્રેસના નામાંકન વખતે બન્ની પચ્છમના આગેવાનો કેમેરામાં ન આવી જાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું તેવો આક્ષેપ AIMIM ના ઉમેદવાર શકિલભાઈ સમાએ કર્યો હતો.

તેમણે વધુ પ્રહારો કરતા જણાવ્યું કે લોકો ભાજપ- કોંગ્રેસથી ત્રસ્ત છે. ભાજપને તો 10 વર્ષ સ્થાનિક ઉમેદવાર પણ નથી મળ્યા જયારે કોંગ્રેસના વિપક્ષી નેતાઓ લઘુમતિ વિસ્તારોમાં કયારે આંટો પણ નથી મારતા. ઉપરાંત “છોટા રિચાર્જ ” નામથી મશહૂર થયેલી આમ આદમી પાર્ટીને અમે ચૂંટણીમાં ગણકારતા જ નથી તેમ જણાવ્યું હતું. બન્ની પચ્છમનું આ અપમાન લોકો સાંખી નહીં લે અને લોકશાહીમાં મતદાનથી કોંગ્રેસને તેના અહંકારનો જવાબ મળી જશે. આખરે કયા ડરથી બન્ની પચ્છમના આગેવાનોને સાઈડ લાઈન કરી કેમેરાથી દૂર રખાયા? તેનો જવાબ પ્રજાને કોંગ્રેસ આપે. માધાપરના આગેવાનો શાહી ઠાઠમાઠ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતું બન્ની પચ્છમના આગેવાનોને અધિકારીની ચેમ્બરમાં સાથે રાખવાનું જરૂરી ન સમજયું. કોંગ્રેસના હું, તુ, રતનીયો અને ફઈ જ દેખાયા, બન્ની પચ્છમની પ્રજામાં રોષ ફેલાયો છે.

બીજી તરફ AIMIM ને બન્ની પચ્છમ વિસ્તારમાં અભૂતપૂર્વ સમર્થન મળતા અને લુડીયા ખાતેની અસદુદ્દીન ઓવૈસી સાહેબની ઐતિહાસિક સભા બાદ કોંગ્રેસે અત્યારથી જ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પ્રત્યે શંકા કુશંકા રાખવાનું શરુ કર્યું છે. જે વિનાશકાળે વિપરિત બુધ્ધિ સમાન છે. બન્ની પચ્છમના ખમીરવંતા, સ્વાભિમાની કોંગ્રેસી કાર્યકરો આવા વર્તનથી ગૂંગણામણ અનુભવી રહ્યા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.