અબડાસા ધારાસભ્યના દિકરાનો કામ હોવાનો રોફ જમાવી, દલિત યુવાનને જાતિ અપમાનિત કરવા બદલ 3 સામે FIR

1,212

ભુજ : નખત્રાણા તાલુકાના ગંગોડ ગામે પવનચક્કીના વીજપોલ નાખવાના કામ ચાલુ છે કે બંદ તે જોવા ગયેલ તરા મંજલના દલિત યુવાન પર અદાણી કંપની અને ધારાસભ્યના દિકરાનો કામ હોવાનો રોફ જમાવી માર મારી જાતિ અપમાનીત કરનાર 3 શખ્શો વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે FIR નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના તરા-મંજલ ગામે રહેતા ભરત કારૂભાઇ મહેશ્વરી કે જેઓ તરા મંજલના હિતેષ મહેશ્વરી પાસે ખાનગી નોકરી કરે છે. ગઇ કાલે હિતેષ મહેશ્વરીના કહેવા પર તેઓ નખત્રાણા તાલુકાના ગંગોડ ગામે પવનચક્કીના વીજપોલ ઉભા કરવાનો કામ થઈ રહ્યો છે, તે ચાલુ છે કે બંધ તેને જોવા ત્યા ગયા હતા. ત્યાં જઈ હિતેષ મહેશ્વરીને જાણ કરવા ફોન કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ઉભેલા સાત-આઠ જણા માથી નખત્રાણા તાલુકાના ગેચડા ગામના રહેવાસી રણજીતસિંહ, નખત્રાણા તાલુકાના નાન્દ્રા ગામના રહેવાસી જાલમસિંહ અને અબડસાના ખાનાય ગામના રહેવાસી બળુભા ઉર્ફે બળવંતસિંહ દ્વારા ત્યા આવી અહિં શુ કામ આવ્યો છો, તારો નામ શું છે તેમ પુછતા, ફરિયાદીએ પોતાનું નામ જણાવ્યું હતું. નામ સાંભળી આ ત્રણેય આરોપી ઉશ્કેરાઇ અને જાતિ અપમાનીત કરતા શબ્દોનું ઉચ્ચારણ કરી જણાવેલ કે આ અદાણી કંપનીનું કામ છે, આ કામના કોન્ટ્રાક્ટ અબડાસા ધારાસભ્યના પુત્ર અને દિલીપસિંહ તુંવર હોવાનો જણાવી રોફ જમાવી આમારૂં કોઈ કાઇ બગાડી નહીં શકે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને લાકડીથી ત્રણેય જણાએ માર માર્યો હતો. આ મુદે ફરિયાદી ભરત કારૂભાઇ મહેશ્વરીની ફરિયાદ પરથી મારામારી ધાક-ધમકી તેમજ એટ્રોસીટી એક્ટની ધારા તળે નખત્રાણા પોલીસ મથકે FIR નોંધી SC St સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ખાસ કરીને અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારમાં પવનચક્કીના કામોમાં અગાઉ પણ કંપની તેમજ કોન્ટ્રાક્ટર સાથે સ્થાનિક નાગરિકોના ઘર્ષણ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ક્યાં ગૌચર જમીન પર બેફામ પવનચક્કી લગાડવા મુદે, તો ક્યાંક મોરના વસવાટ વચ્ચે વીજ વાયરો પસાર કરવા મુદે લડત ચલાવતા એકટીવીસ્ટો અને જાગૃત નાગરિકો સામે માથાભારે કોન્ટ્રાક્ટરો દ્વારા ધાક ધમકી અને મારા મારીના બનાવો સામે આવતા રહે છે. આ ગંભીર ગુનાઓ બાબતે પોલીસ સત્તાના મદમા છટકા બનેલા માથાભારે તત્વો અને જો હૂકમી ચલાવતા કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ જાગૃતો માથી ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.