કચ્છી ભાષાને બંધારણીય માન્યતા આપવા, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સભા સાંસદ “સવાયા કચ્છી” શક્તિસિંહ ગોહિલનો સાંસદના શૂન્ય કાળમાં પ્રસ્તાવ

580

ભુજ : કચ્છની ભાષાને બંધારણીય માન્યતા અપાવવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને હાલ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા સાંસદના શૂન્ય કાળમાં પ્રસ્તાવ મુક્યો છે.

આ પ્રસ્તાવમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવેલ છે કે કચ્છી ભાષા ઇન્ડો આર્યન એક એવી ભાષા છે જે કચ્છના લાખો લોકો સિવાય આફ્રીકાના દેશો જેવા કે કેન્યા, યુગાન્ડા, કોંગો, ટાંજાનીયા તથા સાઉથ આફ્રિકાના ઘણા દેશો અને ઇંગ્લેન્ડ, અમેરીકા સહિત આપણા દેશના કેટલાય શહેરોમાં બોલાય છે. કચ્છ પ્રદેશની હસ્તકલા અને તેનું સમૃધ્ધ ઇતિહાસ એ આપણા દેશની શાન છે. કચ્છમાં ધોરડો અને દૂનીયાની સૌથી મોટી પાંચ હડપ્પન સભ્યતામાની એક ધોળાવીરા આવેલ છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ એ આપણા દેશના અમૂક રાજયોથી પણ મોટો જિલ્લો છે. ઇતિહાસ અને દેશની ગૌરવ પૂર્ણ કચ્છની ભાષાને બચાવવા, કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થવું જરૂરી છે. જેથી કચ્છી ભાષાને સંવિધાનની આઠમી સુચીમાં સામેલ કરી બંધારણીય માનયતા આપવામાં આવે તેવો પ્રસ્તાવ સાંસદના શૂન્ય કાળમાં પ્રશ્નોતરી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ દ્વારા રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કચ્છી ભાષાના બંધારણીય માનયતા મળે તે માટે કેટલા કચ્છના સાહિત્યકાર અને બુધ્ધિજીવીઓએ માંગ કરી છે. પણ બદનશીબે કચ્છના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ ક્યારેય આ વાતની નોંધ સુધા લીધી નથી. ત્યારે કચ્છી ભાષાને માનયતા અપાવવા શક્તિસિંહ ગોહિલ દ્વારા રાખવામાં આવેલ પ્રસ્તાવએ સાચા અર્થમાં કચ્છ અને કચ્છના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી દર્શાવે છે.

Get real time updates directly on you device, subscribe now.