કચ્છ જિલ્લા સૈયદ આલે રસૂલ સમાજની પ્રથમ સમૂહ શાદી યોજાઇ : સમૂહ શાદીથી ખોટા રીત-રીવાજો અને કૌટુંબીક મતભેદ થાય છે દૂર : મૂફતીએ કચ્છ

662

ભુજ : મૂફતીએ કચ્છ અલ્હાજ અહેમદશા સૈયદના સ્વપ્નને સાકાર કરતા તા. 28 માર્ચે કચ્છ જિલ્લા તથા ભુજ શહેર આલે રસૂલ સમાજ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું આયોજન થયેલ. સમગ્ર કચ્છના સૈયદ આલે રસૂલ પરિવારો માટે ઐતિહાસિક અને ગૌરવ અપાવતા, આ સમૂહ શાદીના પ્રસંગને સમાજના વડીલો, રહેબરો અને અન્ય સમાજના આગેવાનો એ બિરદાવીને કાર્ય ને પ્રેરણારૂપ પહેલ ગણાવી હતી.

ફરઝંદે મૂફતીએ કચ્છ અલ્હાજ સૈયદ અનવરશા બાવાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમૂહ શાદીમાં સમાજના દાતાઓ દ્વારા કરિયાવર આપવામાં આવ્યું હતું. કચ્છના ખૂણે ખૂણેથી સૈયદ આલે રસૂલ સમાજના પરિવારો સમૂહ શાદીમાં ઉપસ્થિત રહ્યા હતા.ભુજના સૈયદ અહેમદહશા અલ હુશૈની દ્વારા કુરઆન શરીફની તિલાવત સાથે સમૂહ શાદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામદશા મુરાદશાએ નાત શરીફ રજુ કરી હતી. કાર્યક્રમમાં આવનાર તમામ લોકોનો સૈયદ લતીફશા ડાડાબાવા- ભૂજ, પીર હસનશા અત્તાઉલાશા -ભુજ , નશીબશા આમદશા- ભુજ અને નશીબશા ગુલામશા-માધાપર એ પુષ્પ વર્ષાથી સ્વાગત કર્યું હતું.

મુફતીએ કચ્છ સૈયદ અહેમદશા બાવાએ સમાજ માટે સંદેશો મોકલ્યો હતો જેનુ વાંચન અનવરશા મામદશા ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. મુફતીએ કચ્છએ સંદેશામાં આયોજનને બિરદાવી જણાવ્યું હતું કે સમૂહ શાદીના કારણે ખોટા રીત રીવાજો, બીન જરૂરી ખર્ચ અને કૌટુંબીક મતભેદો દૂર થાય છે. શરીઅતના દાયરામાં નિકાહો થાય અને નવદંપતિઓ ધાર્મિક આદેશોનું પાલન કરે તેવી તાકીદ પણ આયોજકોએ કરવી જોઈએ તેવો સંદેશો પાઠવ્યો હતો.

કાર્યક્રમમાં પધારેલ ફરઝંદે મૂફતીએ કચ્છ અલ્હાજ અનવરશા બાવાએ પોતાના પરવચનમાં જણાવ્યું કે સમાજ માટે પ્રથમ સમૂહ શાદીના આયોજન માટે સૈયદ આલે રસૂલ સમાજ સમૂહ શાદી સમિતિનું કાર્ય પ્રશંસનીય છે. આ ઐતિહાસિક પ્રસંગને સફળ બનાવવા સમિતિના સભ્યોએ ખૂબજ મહેનત કરી છે. ત્યારે આગામી સમયમાં અહેલે બૈતની આ સમિતિ અન્ય સામાજિક કાર્યો માટે આગળ આવે તેવી હાકલ તેમણે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સમિતિ બનાવાઇ હતી, આ ઐતિહાસિક ક્ષણને સફળ બનાવવા તમામ સભ્યોએ ખૂબજ મહેનત કરી હતી. સમૂહ શાદી સમિતિના પ્રમુખ સૈયદ લતીફશાએ જણાવયુ કે સતત પાંચ મહિનાની મહેનત બાદ મુફતીએ કચ્છના સ્વપ્ન એવા આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડ્યું છે. તેના માટે સમાજના દરેક સભ્યની યથાશક્તિ મહેનત અને દૂઆઓ કામ આવી છે. દરેક દીકરીને કરિયાવરમાં 70 થી 75 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરાઇ છે. આગામી સમયમાં વધુ સારા આયોજનની નેમ ધરાવીએ છીએ. સૈયદ આલે રસૂલ સમાજના નવદંપતિઓ પોતાના મા-બાપ તરફથી વારસામાં મળેલ ઉચ્ચ સંસ્કારોના પગલે ચાલી, ભવિષ્યમાં પોતાના સંતાનોમાં પણ સારા સંસ્કારોનું સિંચન કરે તેવી નસિહત કરી હતી. તમામ દૂલ્હા-દૂલ્હનના નિકાહ ફરઝંદે મુફતીએ કચ્છ અનવરશા બાવાએ પઢાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ અબ્દુલ રસૂલશા હાજી હુસેનશા – ચરોપડી તથા સમિતિના પ્રમુખ લતીફશા તથા તેમની ટીમે કર્યો હતો.

સૈયદ આલે રસૂલ સમાજના સન્માનીય અગ્રણીઓ હાશમશા-કૈયારી, બડામીયાં-લખપત, અકીલશા ચરોપડી, મહેબુબશા (ભુધ્ધુબાપુ) અંજાર, કાસમશા ફરજંદે મુફતીએ કચ્છ, યુસુફશા- મોથારા, કરમશા (નરેડીવારા) – માંડવી, કાદરશા-સિરવા, રફીકશા- ખારીરોહર, કાદરશા (નાશીરબાવા), અમીરશા યાશીનશા – બારોઇ( સિરવા), હૈદરશા- કુનરીયા, હબીબશા- ઝુરા, કાસમશા – ટાંકળાસર, ગફૂરશા -ભુજ, હકીમશા સિરાચી-માંડવી , ઇસ્માઇલશા- મુન્દ્રા, અભામિયા- મીઠીરોહર, કાદરશા- નખત્રાણા, મામદશા- જખૌ, અનવરશા-રાપર, ઓસમાણશા- સામખીયારી, સેરઅલીશા- ભચાઉ, અહેમદશા- ખેડોઇ, અહેમદશા (કબીર ન્યુઝ), મોહમ્મદ ઇકબાલ નજમુલહસન- ભુજ, ઝાહેરૂદીનશા ( સાંકળવારા પીર) – ભુજ, ઝુબેરશા- અજરખપુર, મુસ્તાક સાહેબ- ભુજ, અલીશા દૂલહાશા, હસનશા- ડાડોર, રઝાકશા (પત્રકાર)-ટોડીયા, એડવોકેટ મોઇનબાવા, અલી હૈદર, અનવરશા (મોથારા)- માધાપર, મહેમુદશા- માધાપર, જમીલશા- નાગોર, આશીફશા- રેલડી, ભાભાસાંઇ સાંકળવારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેમણ શેઠ હાજી અબુબકર ઉસ્માન ટ્રસ્ટ સંચાલિત મેમણ મુસાફરખાના ના ટ્રસ્ટીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા સૈયદ આલે રસૂલ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી હતી. સૈયદ અહેમદશા નવાઝશા અને નિશાર સૈયદ દ્વારા ધોરણ-10 અને 12 માં 75% અથવા તેથી વધુ ગુણ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓ માટે રૂ. 11000 સ્કૉલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સમૂહ શાદીમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા સેન્ટ્રલ હોસ્પિટલ ભુજના અમનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

સૈયદ આલે રસૂલ સમાજના આમંત્રણને માન આપીને કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનોમાં મોલાના અલીફ નકશબંદી ( ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સભ્ય) એડવોકેટ અમીરઅલી લોઢીયા, અખિલ કચ્છ સુનની મુસ્લિમ હિત રક્ષક કર્યકારી પ્રમુખ સુલતાન સોઢા, પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા, રાયમા સમાજના પ્રમુખ મોલાના સિધ્ધીક, હિંગોરજા સમાજના યુનુસભાઇ, એડવોકેટ દિનમામદ રાયમા, નાગીયારીના અગ્રણી યુસુફ ભચુ બાફણ, યુસુફભાઇ જત(ફારૂક સાપ્તાહિક, ચાવડા હાજી કાસમ કિડાણા, પીરજાદા ભાકરશા, આગરિયા હુશેભાઇ, પીંજારા યાકુબભાઈ, આગરિયા મામદભાઇ, યુસુફ સંઘાર, ભુજ શહેરના અગ્રણીઓ મેમણ મુસાફર ખાનાના ચેરમેન અબ્દુલ સતાર અકબાની, મેમણ હાજી અબ્દુલ કરીમ, પપુસેઠ મોરારીયા, ફકીરમામદ કુંભાર, કાસમ સમા, હાસમ સમા, મુસ્તાક હિંગોરજા, હનીફ ઇસ્માઇલ માંજોઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધી અબ્દુલ રસૂલશા હાજી હુસેનશા ચરોપડી વારાએ કરી હતી. નિકાહ બાદ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના તમામ હોદેદારો સૈયદ લતીફશા (ટેકરીવારા) જિલ્લા પ્રમુખ, ઈબ્રાહીમશા હાજી રફીકશા (ખારીરોહર) ઉપપ્રમુખ, લતીફશા હાજી અલીઅકબરશા (ભચાઉ ) મંત્રી, હૈદરઅલી કરમશા (નેત્રા) સહમંત્રી, હાજીમુરાદશા (માંડવી) ખજાનચી તેમજ કારોબારી સભ્યો અનવરશા હાજી મહેમુદશા (અંજાર), અલતાફશા કાસમશા (મુન્દ્રા), ગુલામમુસ્તફા હાજી મોહમ્મદશા (દયાપર), હાશમશા ઉમરશા (રાપર), અલીઅશગરશા અબ્દ્રમાનશા (નલિયા), પીર હસનશા અતાઉલાશા ભુજ શહેર પ્રમુખ, જલાલશા નાદીરશા ઉપપ્રમુખ ભુજ શહેર, નશીબશા આમદશા ભુજ શહેર ખજાનચી, જુસબશા મામદશા મંત્રી ભુજ શહેર, પીર સુલતાનશા (સાંકળવારા) તેમજ ભુજ શહેર કારોબારી સભ્ય મંજુરઅલી યુસુફશા (ટેકરીવારા પીર), અનવરશા મામદશા, હુસેનશા અનવરશા, રઝાહુસેન હાજી યુસુફશા, રફીકશા જાફરશા, અશરફશા નજમુલહસન વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી, તેવું કચ્છ જિલ્લા આલે રસૂલ સમાજ સમૂહ શાદી સમિતિના મીડિયા કન્વીનર નશીબશા ગુલામશા-માધાપર ની યાદીમાં જણાવાયું હતું.

Get real time updates directly on you device, subscribe now.