બે કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની 3 બેઠકો બિનહરિફ : કોંગ્રેસ તાલુકા પ્રમુખના ગામની સીટ પર ભાજપ ઉમેદવાર બિનહરિફ

1,903

ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી કરનાર ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી કરાઇ હતી. કોંગ્રેસે દિનારા બેઠક ભાજપ ઉમેદવારનો ફોર્મ રદ કરાવ્યો હતો. તો આજે બે તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપને વધુ બે બેઠક બિનહરિફ મળી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભુજ તાલુકાની ભીરંડીયારા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી સરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારતા બિનહરિફ થઇ હતી.

તો આજે માનકુવા 1 બેઠક પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરીશ ભંડેરીના પત્ની મંજુલાબેન ભંડારી સામે ઉમેદવારી કરનાર કોંગ્રેસ ઉમેદવાર મંજુલાબેન રમેશ ભુડીયાએ ઉમેદવારી પરત ખેંચતા પૂર્વ પ્રમુખના પત્ની બિનહરિફ ચુંટાયા છે. તો ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખના હોમ ટાઉન ડગાળા બેઠક પર ડાહ્યાભાઈ વરચંદ સામે કોંગ્રેસ માથી ઉમેદવારી કરનારે ફોર્મ પરત ખેંચતા ડાહ્યાભાઈ બિનહરિફ ચૂંટાયા છે. આમ ભાજપે ચૂંટણી પહેલા જ કોંગ્રેસની 3 વિકેટો ખેરવી, ભુજ તાલુકા પંચાયતની 3 બેઠકો કબ્જે કરી છે.

Get real time updates directly on you device, subscribe now.