પોલીસે સાડાઉમાં આંખોથી અંધ દંપતિના ઘર પર હૂમલાની ફરિયાદ ન નોંધી, ઉલ્ટાનું અંધ વ્યક્તિને આરોપી બનાવ્યો હોવાનો આક્ષેપ

2,146

ભુજ : કચ્છમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધી એકત્ર કરવા નીકળેલ યથ યાત્રા દરમ્યાન મુન્દ્રા તાલુકાના સાડાઉ અને ગાંધીધામ તાલુકાના કિડાણામાં બંને કોમ વચ્ચે થયેલી બબાલ મુદે પોલીસ દ્વારા સામ-સામે ટોળા સામે અનેક FIR નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદો પર બંને પક્ષો પ્રશ્ન ઉપાડી રહ્યા છે. હિન્દુ પક્ષ દ્વારા પણ FIR માં નિર્દોષ લોકોના નામો લખાયા હોવાની રજૂઆત કરાઇ છે. તો મુસ્લિમ અગ્રણીઓ પણ બે દિવસથી આ મુદે રજૂઆત કરી રહ્યા છે.

આજે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ સાડાઉ ખાતે પોલીસ દ્વારા થયેલ અન્યાય મુદે જાણકારી મેળવવા રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં પોલીસની સંકા ઉપજાવતી કામગીરી સામે આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જુમા રાયમાએ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે પોલિસે સાડાઉ ગામે થયેલ બબાલ મુદે થયેલ FIR માં નિર્દોષ લોકોની સંડોવણી કરવામાં માનવતા પણ ભુલી ગઇ છે. સાડાઉની ફરિયાદમાં મુસ્લિમ સમાજના સૈયદ સાદાતોની મહિલાઓનું તેમજ મસ્જિદમાં નમાઝ પઢાવતા ઇમામ નિર્દોષ હોવા છતાં તેમનું નામ ખોટી રીતે નાખવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજના આંખેથી બિલ્કુલ અંધ દંપતિ સાલેમામદ જુણેજા તથા તેમની પત્ની તસલીમ જુણેજાના ઘર પર હૂમલો કરી તોડફોડ કરવામાં આવી હતી. પીલીસે આ હૂમલાની ફરિયાદ નથી લીધી ઉલ્ટાનું આંખોથી બિલ્કુલ અંધ સાલેમામદ જુણેજાને આરોપી તરીકે ખોટી રીતે સંડોવેલ છે. નિર્દોષ તેમજ આંખોથી બિલ્કુલ અંધ વ્યક્તિનું નામ ફરિયાદમાં નાખવું તે અન્યાય છે. આ રીતે પોલીસ દ્વારા FIR માં નિર્દોષ લોકોના નામ નાખી અન્યાય કરાયો હોવાની રજૂઆત કરાઇ છે.

આ પ્રકારે ફરિયાદમાં ખોટા નામો દાખલ કરનાર પોલીસ અધિકારી વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવા તેમજ ફરિયાદમાં દાખલ કરાયેલ નિર્દોષ લોકોના નામ કમી કરવા હાજી જુમા રાયમાએ માંગ કરી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા કરાયેલ કામગીરી પર બંને પક્ષો સંકા દર્શાવી આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ મુદે આવનારા સમયમાં પોલીસ દ્વારા શુ સ્ટેન્ડ લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Get real time updates directly on you device, subscribe now.