12800 રૂ. ના મુદામાલ સાથે જુગાર રમતા 6 ખેલીઓને પકડી પાડતી ભુજ બી ડીવીઝન પોલીસ

479

ભુજ : શહેરની બી ડીવીઝન પોલીસ દ્વારા 12800 રૂપિયાના મુદા માલ સાથે કેમ્પ વિસ્તારમાં આવેલ મકાનમાં જુગાર રમતા 6 ઈસમોની ધરપકડ કરી છે.

બી ડીવીઝન પોલીસ સ્ટાફ રેન્જ આઇ. જી, પશ્ચિમ કચ્છ એસ.પી. તથા ભુજ વિભાગના ડી.વાય. એસ.પી ની સૂચનાથી અને બી ડીવીઝન પી.આઇ. ના માર્ગદર્શનમાં કરી રહેલ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભુજ કેમ્પ વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ પાસે આવેલ ગલીમાં રહેતા બદનસિંહ કલીયાન કુશવાહાના ઘરમાં રેઇડ કરતા આરોપી રાજુ ફકીર કાદરી, અમજદ શબ્બીર સૈયદ, અંકિતસિંહ રાજવીરસિંહ બદોરીયા, રામભંજન પુંજસિંહ કુશવાહા, દિલશાદખાન નાશીરખાન, બદનસિંહ કલીયાન કુશવાહા તમામ રહે કેમ્પ એરીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા 11800 રૂ. અને 1000 રૂ. ની કિંમતનાં બે મોબાઇલ સહિત 12800 રૂ. નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં બી ડીવીઝન PI એસ.વી. વસાવાના માર્ગદર્શનમાં ASI પંકજકુમાર કુશવાહા, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ, નિલેશ રાડા, શક્તિસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવિનકુમાર જોષી સહિતના જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.