ચૂંટણી જીતવા વારંવાર “ઇભલા શેઠ” ને બદનામ કરનાર ભાજપ પક્ષના નેતાઓ પણ કરે છે દાણચોરી

3,068

ભુજ : લોકસભા ચૂંટણી અને હાલ વિધાનસભા પેટા ચૂંટણીમાં અબડાસાના સખી દાતા તરીકે ઓળખાતા હાજી અબ્દુલ્લાહ મંધરા ઉર્ફે ઇભલા શેઠ પર ભાજપ દ્વારા વિવાદિત નિવેદન કરાય છે, ખૂદ આ પક્ષના નેતા પણ દાણચોરી કરતા હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ દ્વારા કરાયો છે.

વી.કે. હુંબલે જણાવ્યું કે ભાજપ દ્વારા કચ્છની ધરતી પર ચૂંટણી જીતવા ભાજપ દ્વારા ઇભલા શેઠનું નામ લઇ તેમને બદનામ કરવામાં આવે છે. ઇભલા શેઠે કોઈ આતંકી કે દેશવિરોધી કૃત્ય કર્યું હોય તેવી રીતે ચીતરી મુસ્લિમોને બદનામ કરી હિન્દુઓના મતો લેવા હિન કૃત્ય કરાય છે. ઇભલા શેઠ ખુદ આ દુનિયામાં નથી ત્યારે આવા નીચલી કક્ષાના શબ્દો તેમના માટે વાપરવા એ ભાજપનું છીછરા પણું છે. ઇભલા શેઠ પર જે કેસ હતો તે દાણચોરીનો હતો. સુધારેલી ભાષામાં જેને ટેક્ષ ચોરી કહેવાય છે. ટેક્ષ ચોરી હાલના સમયમાં પણ ખુલ્લેઆમ થાય છે. એરપોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જે માલસામાન આવે છે, તે પણ ટેક્ષ ચોરી છે. આ પ્રકારના માલસામાન અનેક વખત પકડાય છે. બંદરો પરથી કસ્ટમ ડ્યુટી ભર્યા વગર જે માલસામાન આવે છે, તે પણ ટેક્ષ ચોરી જ છે. ગેરકાયદે ખનીજ ચોરી, ઓવરલોડ ચાલતી ગાડીઓ પણ ટેક્ષ ચોરી એટલે કે દાણચોરી છે. આ પ્રકારની દાણચોરીઓ ભાજપ નેતાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે. ભાજપ નેતાઓ વિદેશ માંથી બેઝ ઓઈલ મંગાવી ટેક્ષ ભર્યા વગર વેંચવામાં આવે છે. ભાજપના એક નેતાએ કંડલા જેટીમાં ભરવાની થતી 200 કરોડ જેટલી દંડનીય રકમ સરકારી તીજોરીમાં જમા કરાવેલ નથી. આ તમામ બાબતો દાણચોરી જ કહેવાય જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે.

ત્યારે ઇભલા શેઠ પર દાણચોરી એટલે કે ટેક્ષ ચોરીનો આરોપ છે. ઇભલા શેઠે કોઈ દેશ વિરોધી કે આતંકી કૃત્ય કરેલ નથી. છતાંય ભાજપ દ્વારા દરેક ચૂંટણીમાં તેમને આતંકી અને દેશ વિરોધી તરીકે ચીતરવાનુ હીન કૃત્ય કરવામાં આવે છે. ઇભલા સેઠ હિન્દુ મુસ્લિમ તમામ લોકોને મદદરૂપ થતા અને સખી દાતા હતા. તેમની આ કામગીરી માટે કચ્છની પ્રજાએ તેમને “શેઠ”ની ઉપમા આપી હતી. તેઓ સામજીક અને રાજકીય રીતે બધાના સન્માનીય હતા. તેમજ જાહેર જનતામાં પણ સન્માનીય હતા. જેથી ભાજપે પોતાના રાજકીય રોટલા સેકવા ઇભલા શેઠ માટે આવા શબ્દોનું ઉપયોગ કરવું જોઇએ નહી તેવું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.