અબડાસા નીંજણ ડેમની પાડ તુટવાથી 1000 એકર જેટલી ખેતીની જમીનનું ધોવાણ : સરકારી તંત્રએ આંટો પણ નથી માર્યો

380

ભુજ : હાલ ગુજરાત પ્રદેશ અગ્રણી અને દશાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી ખેડુતોને વરસાદથી થયેલ નુકશાનીનો તાગ મેળવવા કચ્છ મુલાકાતે છે. ગઇ કાલે અબડાસા વિધાનસભા વિસ્તારમાં તેઓએ કોંગ્રેસના અગ્રણીઓ સાથે ખેડુતોની મુલાકાત લીધી હતી.

શનિવારના માં રુદ્રાણી ના દર્શન બાદ લોરીયા ચેકપોસ્ટ ત્યારબાદ નખત્રાણા તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને થયેલ નુકસાન ની સમીક્ષા તથા મુલાકાત બાદ લખપત તાલુકામાં ખેડૂતોને થયેલ નુકસાની ની વિગતો મેળવી હતી. ત્યારબાદ માતાનામઢ થી નલીયા રોડ તથા મોટી ચરોપડી ના મંધરા વાંઢના નીંજણ ડેમ તથા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેમજ તૂટી ગયેલા માર્ગ તથા જળાશયો તથા અસરગ્રસ્ત ખેડૂતો,ખેત મજુરો, પ્રજાજનો સાથે મુલાકાત કરી ચિતાર મેળવ્યો હતો.

ખાસ કરીને અબડાસાના મોટી ચારોપડીની મંધરા વાંઢના નીંજણ ડેમ જે ડેમમાં ૧૫૦૦થી ૨૦૦૦ એકર પિયત થાય છે. હાલમાં ભારે વરસાદના કારણે આ ડેમની પાડ તુટી પડતા 1000 થી 1500 એકર જમીનમાં આ ડેમનું પાણી ફરી વડતા, ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાણ થયું છે. આટલું મોટું નુકશાન છતાં આ ડેમ સાઇટની સરકારી તંત્રએ મુલાકાત પણ નથી લીધી. માટે સરકારે તાત્કાલિક આ વિસ્તારનું સર્વે કરી વડતર ચુકવવા માંગ કોંગ્રેસના દશાડાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. તેમજ સરકારે આ ડેમની મરંમત કરાવી અને પાકું ડેમ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારે ડેમ તુટવાથી જમીનોનું ધોવાણ ન થાય અને સ્થાનિક ખેડુતોને ભવિષ્યમાં હાલાકી ભોગવવી ન પડે તેવી સરકારને માંગ કરી હતી.

આ પ્રવાસમાં દશાડાના ધારાસભ્ય સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, અબડાસા વિધાનસભા વિસ્તારમાં આવતા તાલુકા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્ય, કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો તેમજ અનેક ગામોના સરપંચો જોડાયા હતા. આ વર્ષે અતિ વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગે કામગીરીમાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ હોવાનું જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરની યાદીમાં જણાવાયુ હતું.

Get real time updates directly on you device, subscribe now.