કચ્છ NCP એ માંડવી અને મુન્દ્રાના ખેડુતોની મુલાકાત લઇ, નુકશાનીનો તાગ મેળવ્યો

અનવરશા સૈયદ દ્વારા ભુજ : કચ્છ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માંડવી અને મુન્દ્રા તાલુકા ના ખેડૂતો ને અતિ વરસાદ ને કારણે થયેલ નુકશાન તાગ મેળવવા ખેડૂતોની મુલાકાત લીધી હતી.
આ વર્ષે કચ્છ આખા પર મેઘરાજા એ અતિ પ્રેમ વર્ષાવતાં ખેડુતો ના ઉભેલા પાક નાશ પામ્યા છે. NCP-કચ્છ ની ટીમ ચાલુ વરસાદે જખણીયા, તલવાણા, બિદડા, દેશલપર ના ખેડૂતો ને રુબરૂ મળી ને તેમને થયેલા નુકશાન વિશે ખેડૂતો ની રજૂઆત સાંભળી હતી. પહેલા લોકડાઉન અને પછી અતિવૃષ્ટીએ ખેડૂતો ની કમર તોડી નાખી છે, ખેતરો નદી-નાળા માં ફેરવાઇ ગયા છે, મગફળી, કપાસ, દાડમ અને બાજરા નો ઉભેલ પાક કાં તો વરસાદ માં તણાઇ ગયો છે અને કાં તો સળી ગયો છે. સરકાર ખેડૂતો ને વાયદાઓ આપવાના બદલે તાત્કાલી ધોરણે સહાય આપે અને વિજ બીલ, બિયારણ લોન માફ કરે એવી સ્થાનિક ખેડૂતો વતી માંગ કરી હતી.
NCP -કચ્છ વતી કચ્છ જીલ્લા પ્રમુખ રાઠોડ નટુભા સતુભા, કચ્છ જીલ્લા લઘુમતિસેલ ના પ્રમુખ જુશબશા એમ શૈયદ, ગુજરાત પ્રદેશ શિક્ષણ સેલ અધ્યક્ષ નયનભાઇ શુકલ, ગુજરાત પ્રદેશ લિગલ સેલ ના ઉપ-પ્રમુખ હર્ષદભાઇ જરાદી એ ખેડૂતો ને વિસ્વાસ અપાવ્યો હતો કે NCP-કચ્છ ખેડૂતો ની ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરશે અને જરૂર પડશે તો ખેડૂતો ના હિત માટે ગાંધી ચીધ્યા માર્ગે પણ જશે એવુ NCP ના કચ્છ જીલ્લા ઇન્ચાર્જ રાજેશ સારસ્વતે જણાવ્યુ હતું.