કચ્છની અબડાસા સહિત રાજયની આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર

774

ભુજ : હાલ રાજયસભાની ચૂંટણી વખતે તોડજોડ થયા પછી રાજ્યની આઠ જેટલી વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી 56 જેટલી વિધાનસભા બેઠક પર આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છની અબડાસા સહિત રાજ્યની આઠ બેઠકોનો સમાવેશ છે. ચૂંટણી પંચે કરેલ જાહેરાત મુજબ 9 ઓક્ટોબરના જાહેરનામું બહાર પડશે, 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાનો સમય છે, ત્યાર બાદ 17 ઓક્ટોબરે ફોર્મ ચકાસણી અને 19 ઓકટોબર સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ જાહેર કરાઇ છે. તો આ પેટા ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના અને પરિણામ 10 નવેમ્બરના આવશે. રાજ્યસભા ચૂંટણી પૂર્વે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી ભાજપમાં ચાલ્યા જતા કચ્છની અબડાસા બેઠક હાલ ખાલી પડી છે. હવે આ બેઠક પર ચૂંટણી યોજાશે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ પોતાનો ગઢ બચાવશે કે પછી ભાજપ આ વખતે બેઠક જીતવામાં સફળ થાશે.

અબડાસા બેઠક પર ધારાસભ્ય રીપીટ થવાનો ઇતિહાસમાં ક્યારેય બન્યુ નથી. ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉમેદવાર તરિકે લગભગ નકકી છે. તો કોંગ્રેસ માંથી આ બેઠક માટે અનેક દાવેદારો કતારમાં છે. તે સિવાય આમ આદમી પાર્ટી પણ સક્રીય છે. અન્ય પ્રદેશીક પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી શકે છે. આ વખતે અબડાસા વિધાનસભા બેઠકની યોજાઇ રહેલ પેટા ચૂંટણી રસપ્રદ બની રહેશે તેવું રાજકીય તજજ્ઞો જણાવી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.