કચ્છની પ્રથમ કોરોના દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલા આખરે કોરોના મુકત થઇ

777

ભુજ : કોરોના મહામારીમાં કચ્છમાં પ્રથમ પોઝિટિવ કેસ તરિકે નોંધાયેલ લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાના સતત બે રિપોર્ટ નેગેટીવ આવતા આખરે કોરોના સામેની જંગ આ મહિલા જીતી ચુકી છે.

સાઉદી અરબ મકકા-મદિના થી ઉમરાહની પવિત્ર યાત્રા કરી પરત ફરેલ લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાને 21 માર્ચે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારથી જ તે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના બાદ નોંધાયેલ પાંચ કેસોમાં એક દર્દીનો મૃત્યુ થયું તો 3 દર્દીઓ સ્વસ્થ થઇ પોતાના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે આ મહિલાનો કેસ જી.કે. જનરલના ડોકટરો તેમજ કચ્છ આરોગ્ય વિભાગ માટે ખૂબજ પડકારજનક હતો. આ મહિલાનો એક રીપોર્ટ નેગેટીવ આવતો તો બીજો રિપોર્ટ પોઝિટીવ આવતો અને કયારેક રિપોર્ટ અસ્પષ્ટ આવતો હતો. કોરોનાની ગાઇડ લાઇન મુજબ જો સતત 2 રિપોર્ટ નેગેટીવ આવે તો જ દર્દીને કોરોના મુક્ત ગણી હોસ્પિટલ માંથી રજા આપી શકાય. જોકે આરોગ્ય વિભાગ તથા ડોકટરોની જહેમતથી આ મહિલાના રવિવારે અને સોમવારે મોકલેલ સતત બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ મહિલાને આજે સાંજે હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવશે.

હવે કચ્છમાં કોરોનાનો એકટીવ ફક્ત એક કેસ જ છે, તે ભુજના 27 વર્ષીય યુવાનનો પણ એક રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે ફરિ સેમ્પલ મોકલાશે અને જો નેગેટિવ રિપોર્ટ આવે તો આ યુવાનને પણ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ મળી જશે, તો કચ્છ કોરોના ફ્રી થઇ જાય તેવી પ્રબળ શક્યતા છે.

Get real time updates directly on you device, subscribe now.