કચ્છમાં નિવૃત્ત શિક્ષકોએ બે લાખ થી વધારે રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી

160

ભુજ : શિક્ષક કભી સાધારણ નહી હોતા. સર્જન ઔર પ્રલય દોનો ઉસકી ગોદમેં પલતે હૈ ચાણકયની આ ઉકતિને સાર્થક કરી છે કોરોના પીડિતો માટે પોતાના પેન્શનની અમૂલ્ય મૂડી આપનારા ત્રણ શિક્ષકોએ !!

કોરોના ના રોગની મહામારી સામેની લડતમાં એન.જી.ઓ.થી માંડી ઘણા દાતાશ્રીઓ તથા સરકારી કર્મયોગી મિત્રોની સાથે ૮૫૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો પોતાના એક દિવસનો પગાર આપી આર્થિક યોગદાન આપી રહ્યા છે તેની સામે નિવૃત્ત શિક્ષકો કેમ પાછળ રહે. કચ્છ જિલ્લાના ત્રણ નિવૃત્ત શિક્ષક મિત્રોએ પોતાના જીવનની અમૂલ્ય મૂડી એવી પેન્શનની રકમ એવી કુલ બે લાખ થી વધારે અંદાજિત ૧ થી ૫ માસ જેટલી રકમ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે ના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમાં કરાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તે પૈકી ભૂજ ની ઈ. ક. વિ.પ્રા.શાળાના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી બીનાબેન નવીનચંદ્ર મેર ૧,૨૫,૦૦૦/- નો ચેક, જિલ્લા કચ્છ પ્રવીણા ડી.કે. ને અર્પણ કર્યો હતો. જ્યારે નાગલપુર પ્રા.શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા શ્રીમતી અનસુયા બેન જે. પોલરા એ રૂ.૫૦,૦૦૦/- તથા નખત્રાણાના નિવૃત્ત શિક્ષક સોની રવજી કેશવજી રૂ.૨૭૪૧૮/- નું આર્થિક યોગદાન મુખ્યમંત્રી રાહતફંડમાં અધિક કલેકટરને તથા પ્રાંત અધિકારીને ચેક આપી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ અંગે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સામે લડતમાં જિલ્લાના ૮૫૦૦ શિક્ષકોએ તો એક દિવસ ના પગારનું યોગદાન આપ્યું છે પરંતુ આ નિવૃત્ત પ્રા.શિક્ષકોએ અનુક્રમે પાંચ માસ.બે માસ અને એક માસનું પેન્શનની રકમનું યોગદાન આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે.

Get real time updates directly on you device, subscribe now.