કચ્છમાં કોરોના વાયરસથી પ્રથમ મોત : માધાપરના 62 વર્ષીય દર્દીનો મૃત્યુ

2,994

ભુજ : કચ્છમાં કોરોના વાયરસના અત્યાર સુધી 4 પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે. જેમાં માધાપરના 62 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની અને તેમની પુત્રવધૂ અને એક લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો સમાવેશ થાય છે. આ પૈકી માધાપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નીપજયો છે.

આ વૃદ્ધને ગત 5 એપ્રીલે કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની પત્ની અને પુત્રવધૂનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણના કારણે કચ્છમાં પ્રથમ મૃત્યુ થયું છે. મૃતકની ડેડબોડી નિયમ મુજબ ખાસ આવરણમાં પેક કરી ભુજમાં ખારીનદી સ્મશાન ગૃહે આજે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પૂત્રને દૂરથી અંતિમ દર્શન કરવા દેવાય તેવી શકયતા છે. આ વૃદ્ધને ચેપ ક્યાંથી લાગ્યો તેનો સોર્સ હજી સુધી મળ્યો નથી.

Get real time updates directly on you device, subscribe now.