માધાપરના 62 વર્ષીય વૃધ્ધને કોરોના પોઝીટીવ : કચ્છનો બીજો કેસ

5,392

ભુજ : સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ પણ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. કોરોના વાયરસના ગુજરાતમાં હમણા સુધી 122 કેસ નોંધાયા છે. જેમા કચ્છ જિલ્લામાં ગઇ કાલ સુધી ફકત એક જ પોઝિટિવ કેસ હતો. તે વચ્ચે આજે કચ્છમાં કોરોના વાયરસનો બીજો પોઝીટીવ કેસ નોંધાયો છે. માધાપરનાં 62 વર્ષીય વૃધ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કોરોના વાયરસ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2 થઇ ગઇ છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી આ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓની ઓળખ કરવા માધાપર પહોંચ્યા છે. માધાપરનાં 62 વર્ષીય કોરોના પોઝિટીવની સારવાર કરનાર ખાનગી તબીબ એમ.ડી. ફીઝીશીયનને પણ હોમ ક્વોરોનટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.