પાણીની સમસ્યા મુદે હાઇકોર્ટના ઓર્ડરનો અનાદર થશે, તો પાણી પૂરવઠા બોર્ડ વિરૂદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી : આદમ ચાકી

917

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ આદમ ચાકીએ કચ્છમાં પીવાના પાણીની સમસ્યા મુદે વર્ષ 2019 માં પી.આઇ.એલ કરી હતી. આ પી.આઇ.એલના હૂકમની અમલવારી માટે ફરી પત્ર લખી પાણી પૂરવઠા બોર્ડને જાણ કરેલ છે. જો અમલવારી નહીં થાય કન્ટમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે.

આ પી.આઇ.એલ સંદર્ભે પાણી પૂરવઠા બોર્ડના નાયબ ઇજનેરે જણાવ્યું હતું કે પાણીની સમસ્યા દૂર કરવા વિવિધ યોજનાના માસ્ટર પ્લાન અમલમાં છે. ટુંક સમયમાં આ પૂર્ણ થઇ જશે, જેથી કચ્છની પાણીની સમસ્યાનું કાયમી નીકાલ કરી દેવામાં આવશે એવી એફીડેવીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ એફીડેવીટમાં કચ્છમાં પાણીની જરૂરીયાતની આંકડાકીય માહિતી પણ દર્શાવી હતી. આ માહિતી મુજબ કચ્છમાં માનવીય વસ્તી, પશુઓ તેમજ ઔદ્યોગીક એમ ત્રણેય ક્ષેત્રને 450 MLD પાણીની જરૂરત છે. તો કચ્છમાં પાણી સ્થાનિક સોર્સ દ્વારા 120 MLD પાણી, નર્મદા પાઇપલાઇન દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 350 MLD અને ઔદ્યોગિક ક્ષેત્રે 30 MLD પાણી આમ કુલ્લ 500 MlD પાણી જેમાંથી લાઇન લોસ 10% બાદ કરતા 450 MLD પાણી ઉપલબ્ધ હોવાનું પાણી પૂરવઠા બોર્ડે જણાવ્યું હતું.

વિશેષમાં બન્ની-પચ્છમ વિસ્તાર કે જયાં પાણીની લાઇન ઉપલબ્ધ નથી ત્યાં ખાસ પાણીના ટાંકા ઉભા કરી પાણી સરળતાથી મળી રહે તેનું આયોજન કરાયું હોવાનું પણ પાણી પૂરવઠા બોર્ડે જણાવ્યું હતું. આ વિસ્તારમાં આવતાં ખાવડા, દેઢીયા, વાગુરા, સાધારા, છછી, સરગુ, લાખોનીયા કોટાય, ઢોરી,લોરિયા, સુમરાસર, કુરન, કોટડા, જુણા, તુગા, જામ કુનરીયા, સુમરાપોર, પૈયા, રતડીયા, સીમરી વાંઢ, મોટા દિનારા, નાના દિનારા, ધોરાવર, રબવીડી, ઉડઇ, સાડઇ, ભગાડીયા, છસલા, સરાડા, નાના-મોટા, સેરવા નાના-મોટા, લખાબો, બેરડો, ભીટારા, લુણા અને હાજીપીર સહિત કચ્છના ગામોની પાણીની સમસ્યા દૂર કરી આપવાની બાંહેધરી પાણી પૂરવઠા બોર્ડ કોર્ટને આપતા, આ તમામ કામગીરી તત્કાલ પુરી કરવા ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ અને જસ્ટીસ શ્રી એ.જે. શાસ્ત્રીની બેંચે ઓર્ડર કર્યો હતો.

હાલ ફરિ ઉનાળો શરૂ થઇ ગયું છે ત્યારે એક વર્ષ બાદ કચ્છમાં પાણીની વિકટ પરિસ્થિતિ જોતા દેખાઇ આવે છે કે કોર્ટના આ હૂકમની કેટલી અમલવારી પાણી પૂરવઠા બોર્ડે કરી છે. પી.આઇ.એલ સંદર્ભે હાઇકોર્ટના આદેશ મુજબ કેટલી કામગીરી કરાઇ તે મુદે 15 દિવસમાં માહિતી પુરી પાડવા શ્રી ચાકીએ જણાવ્યું છે. જો પાણી પૂરવઠા બોર્ડ નિષ્ફળ જશે તો કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.