અંજાર શહેરમાં આવેલ ફેકટરી માંથી ઉડતી રજના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્યને ખતરો

425

ગાંધીધામ : અંજાર શહેર મા ભાટિયા જીનીંગ પ્રેસ નામની કપાસ ની ફેકટરી જે અંજાર શહેર ના નગરપાલિકા ના બગીચા ની સામે તાલુકા પંચાયત ઓફીસ ની બાજુમાં આવેલ છે. આ ફેકટરીમાં ગુવાર પીસવાનુ કામ ચાલુ છે, જેમાંથી ઉડતી રજના કારણે લોકોને થઇ રહેલ હાલાકી મુદે કોંગ્રેસ પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને રજૂઆત કરી છે.

તેઓએ જણાવ્યું છે કે જે જીનીંગ ફેકટરી મા અત્યારે ગુવાર પીસવાનો કામ ચાલુ છે જીનીંગ ફેકટરી મા ગુવાર પીસવાની મંજૂરી લીધેલ છે કે નહી ??? સાથે સાથે ગુવાર પીસવાથી જે ગુવાર ની રજ ( ડમરી ) જે ઉડે છે તેનાથી આજુબાજુ ના રહેવાસી ને શ્વાસ લેવાની તકલીફ સાથે ચામડી પર ફરફોલા સહીત ની બીમારી થાય છે. કોરોના ની મહામારી મા લોકો ને શ્વાસ ની તકલીફ થી લોકો મા ભય પણ ફેલાય છે. હમણા શહેરી વિસ્તારની તમામ ફેકટરીઓ બંધ રાખવાનું જાહેરનામું છે, તો આ ફેકટરી પરમીશન થી ચાલુ છે કે કેમ ?? અને પરમીશન થી ચાલુ હોયતો જે રજ ( ડમરી ) ઊડે છે તેનાથી આજુબાજુ ના રહેવાસી ના આરોગ્ય ને ખતરો છે. જે બાબતે રજ ઉડે નહી ને લોકો આરોગ્ય લક્ષી કોઈ મુશ્કેલ ઊભી ન થાય તથા ફેકટરી માલીક દ્વારા ત્યાંના રહેવાસી જે મુસ્લિમ પરીવાર ના લોકો છે, તેમની સામે ખોટી ફરીયાદ ઊભી કરી સામાજીક રુપ આપવાની કોશીશ કરવામા આવી રહેલ છે, જે અત્યંત ગંભીર બાબત છે.

ભૂતકાળ મા પણ આ ફેકટરી ને લઈ શહેર મા તનાવ ઊભા થયેલ છે માટે તાત્કાલિક તપાસ કરી ઘટતું કરવા કલેકટર કચ્છને રજૂઆતમાં જણાવાયું છે. વધુમાં ફેકટરી જરુરી પરમીશન સાથે ચાલુ હોય તેની સામે કોઈ વાંધો નથી, પણ લોકો ના આરોગ્ય પર કોઈ અસર ના થાય તે બાબતે જરુરી પગલા લેવા હાજી જુમા રાયમાએ માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.