કચ્છ માં બે નવા પોઝિટીવ કેસ : લખપત તાલુકાના કોટડા મઢ ના 62 વર્ષીય વૃદ્ધ તથા ભુજના 27 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

5,673

ભુજ : આજે એક જ દિવસમાં કચ્છ માટે સારા અને માઠા બંને સમાચારો મળ્યા છે. એક તરફ કચ્છની પ્રથમ કોરોના દર્દી લખપત તાલુકાના આશાલડી ગામની મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તો બીજી તરફ કચ્છમાં નવા બે કેસો નોંધાયા છે.

કચ્છમાં હમણા સુધી કોરોના વાયરસના 4 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં થી એક દર્દીનો મૃત્યુ થયું હતુ. તો આ દર્દી ની પત્નીને રીકવરી આવી જતા શુક્રવારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આજે કચ્છની પ્રથમ કોરોના દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા કચ્છ કોરોનાના ભરડા માંથી ધીરે ધીરે મુક્ત થઇ રહ્યો હોત તેવું લાગી રહ્યુ હતુ. પણ આજે સાંજે કચ્છમાં કોરોના વાયરસના 2 પોઝિટીવ કેસ નોંધાતા આ ધારણા ખોટી પડી છે. કચ્છ ભુજના 27 વર્ષીય યુવક તથા લખપત તાલુકાના કોટડા મઢના 62 વર્ષીય વૃદ્ધનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

હવે કચ્છમાં કોરોના વાયરસના પોઝિટીવ દરદીઓની સંખ્યા 6 થઇ છે. જેમાં એક મૃત્યુ થયું છે. તો અન્ય બે મહિલા દર્દી સ્વસ્થ થવા ના આરે છે. ત્યારે આજે ફરિ 2 પોઝિટીવ દર્દી કચ્છમાં નોંધાયા છે.

Get real time updates directly on you device, subscribe now.