અબડાસા સહિત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાથી કચ્છ સહિત ગુજરાતમાં રાજકીય ઉથલ-પાથલના સંકેત

1,761

ભુજ : 2017 વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા થયેલ રાજ્યસભાની ચુંટણી દરમ્યાન અનેક ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં જોડાઇ રાજકીય ઉઠા-પઠક સર્જી હતી. આ પ્રકારની પરિસ્થિતીનું પૂનરાવર્તન 2020 રાજયસભાની ચૂંટણીમાં થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે.

આજે સવારથી જ કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની વાત કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યાર બાદ હાલ અન્ય એક ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યાના અહેવાલ સૂત્રોમાંથી જાણવા મળતા કુલ સંખ્યા પાંચ થઇ છે. જો કે આ સમગ્ર બાબતે સતાવાર કોઈ જાહેરાત થઇ નથી. આવતી કાલે સતાવાર જાહેરાત થશે તેવું હાલમાં જાણવા મળેલ છે. આ મુદે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક થઇ શક્યો નથી. તેઓના ફોનની લાઇન બીઝી બતાડી રહી છે.

જો આ વાત સાચી ઠરે તો અબડાસાની જનતાને ફરી પેટા ચૂંટણીનો સામનો કરવો પડશે. ગુજરાત વિધાનસભાના ગત પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન અબડાસાના તત્કાલ ધારાસભ્ય છબીલ પટેલ દ્વારા ભાજપ જોઈન કરાતા 2014 લોકસભાની ચુંટણી સાથે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી.

હાલ જે પ્રકારના ગુજરાતના રાજકારણમાં ઉથલ-પાથલના ન્યૂઝ મળી રહયા છે તે પ્રમાણે રાજયસભામાં કોંગ્રેસ પાર્ટીના એક ઉમેદવારને નુકશાન થઇ શકે તેવું ચિત્ર દેખાઇ રહયું છે. પણ હાલ આ મુદે સસ્પેન્સ બરકરાર છે. રાજીનામા મુદે સતાવાર જાહેરાત બાદ જ ગુજરાતની રાજનીતીનું ચીત્ર સ્પષટ થશે.

Get real time updates directly on you device, subscribe now.