અબડાસા MLA ના પુત્રનો હવામાં “ઢીચકીયાઉં-ઢીચકીયાઉં” કરતો વિડીયો વાયરલ : નખત્રાણા પોલીસે ગુનો દાખલ કર્યો

1,211

ભુજ : અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાનો હવામાં ફાયરીંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાબતે નખત્રાણા પોલીસ ASI રૂદ્રસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની FIR નોંધાવી છે.

અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદિપસિંહ જાડેજાનો હવામાં ફાયરીંગ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય પુત્ર હવામાં “ઢીચકીંયાઉ-ઢીચકીંયાઉ” કરતા નજર આવી રહયા છે. આ વિડીયો પોતાના ઇન્સ્ટા ગ્રામ પર પોસ્ટ પણ કર્યો છે. આ મુદે પોલીસ તપાસમાં જયદિપસિંહે જણાવ્યું કે આ વિડીયો 28/7/19 એટલે કે પાંચ મહિના જુનો છે. આ બંન્ને બંદુકના લાયસન્સ તેમની પાસે છે. આ બંદુકોની સાફ સફાઈ કરી અને બરાબર ચાલે છે કે નહીં તે ચેક કરી રહ્યા હોવાનું કહી પોતાનો બચાવ કર્યો છે, પણ ફાયરીંગ કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવા પાછળનો કારણ શું છે ? પબ્લીસીટી સ્ટંટ ? કે પછી અન્ય કોઇ ઇરાદો ? તે સવાલો હજુ અકબંધ છે.

આ સમાચાર વાયુ વેગે સમગ્ર ગુજરાતમાં ફેલાતા ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એસ.પી. પશ્ચિમ કચ્છને કાર્યવાહી કરવા ફેક્સ મોકલ્યા બાદ આ બનાવ સંદર્ભે નખત્રાણા પોલીસે જયદિપસિંહે ફાયરીંગ કરી બીજાની જિંદગી તેમજ શારીરીક સલામતીને જોખમ પહોંચે તેવું બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હોવા બદલ તેની વિરૂદ્ધ આર્મ્સ એકટની કલમ 30 અને IPC કલમ 336 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.