ભુજ MLA એ CM ને લખેલા પત્રમાં કહ્યું “ચુંટાયેલ પ્રતિનિધિને બેવડી જવાબદારી ન આપો” : ઇશારો કોની તરફ ?

1,018

ભુજ : ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનો CM ને ભુજ શહેર તથા તાલુકા ભાજપ પ્રમુખ માટે ભલામણ કરતો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ તથા શહેર તથા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં સાદર નમસ્કાર બાદ સીધો ભુજ શહેર ભાજપમાં જુથવાદ હોવાનું લેખિતમાં કબૂલ્યું છે. ત્યાર બાદ તેમણે જણાવ્યું છે કે સંગઠનના પ્રમુખ અને મહામંત્રી માટે પાર્ટીમાં વર્ષોથી કામ કરતા, પાર્ટીને વફાદાર, ઇમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા કાર્યકર્તાને જવાબદારી સોંપવા જણાવ્યું છે. જેમા શહેર ભાજપ માટે પૂર્વ કારોબારી ચેરમેન ઘનશ્યામ સી. ઠકકર અને ભાડાના પૂર્વ ચેરમેન કીરીટ સોમપુરાના નામ ની ભલામણ કરી છે. તો તાલુકા ભાજપ માટે ધનજી ભુવા તથા રામજીભાઇના નામ ની ભલામણ કરી છે.

ભુજના ધારાસભ્ય હોવાના નાતે સંગઠન માટે નામોની ભલામણ કરી તે તો સમજાય છે. પણ પત્રના અંતમાં લખવામાં આવ્યું છે કે “ચુંટાયેલા પ્રતિનિધિઓને બેવડી જવાબદારી ન સોપવામાં આવે”, આ વાક્ય ગણો સુચક છે. આ વાક્ય ક્યા ચુંટાયેલા પ્રતિનિધિ તરફ ઇશારો કરી રહ્યો છે ? તેનો જવાબ તો ખુદ ધારાસભ્ય પાસેથી જ મળી શકે છે. રાજકીય વર્તુળોમાં થઇ રહેલ ચર્ચા મુજબ પત્રના અંતમાં આ પ્રકારની વિશેષ ભલામણ કરતો વાક્ય ભુજના ધારાસભ્ય પોતાના હરીફ ગૃપના કોઇ દાવેદારનું પત્તું કાપવા પ્રયોગ કરી રહયા છે. જો આ વાત સત્ય હોય તો ભૂજ શહેરમાં જુથવાદથી પાર્ટીને નુકસાન થયું હોવા બાબતે મુખ્યમંત્રીને આગાહ કરનાર ખુદ ધારાસભ્ય જ જુથવાદને હવા આપી રહ્યા હોય તેવું કહેવું જરાય પણ ખોટું નથી.

Get real time updates directly on you device, subscribe now.