હત્યા કેસમાં સીધા સંડોવાયેલા રાપર નગરપાલિકાના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરો : કોંગ્રેસ

617

ભુજ : રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢાને સસ્પેન્ડ કરવા જિલ્લા કોંગ્રેસ તેમજ રાપર શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા પર હત્યાની ફરિયાદ નોંધાયેલ છે. હાલમાં મુંબઈ તથા રાપર પોલીસ તેને સોધી રહી છે. ત્યાર બાદ એક આગેવાન પર પણ હૂમલો કર્યો છે. ભાજપના સત્તાધિશો કાયદો વ્યવસ્થા હાથમાં લઇ સામાન્ય પ્રજા પર હુમલા કરી ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. માટે ત્વરિત તેમની ધરપકડ કરી કડક સજા થવી જોઈએ તેવી માંગ કરાઈ છે. તેમજ તંત્રએ આ બાબતને સંજ્ઞાનમાં લાવી તેને હોદા પરથી દૂર કરી નગરપાલિકાની મીટીંગની કાર્યવાહીમાં ભાગ લેતા અટકાવવા જોઈએ. ભાજપના પ્રતિનિધિઓ સત્તાના મદમાં માહોલ ડહોળી રહ્યા છે. જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો આ બાબતે યોગ્ય નહીં થાયતો જિલ્લા મથકે કાર્યક્રમ આપવામાં આવશે તેવું જિલ્લા કોંગ્રેસે તેમજ રાપર શહેર કોંગ્રેસ દ્વારા યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.