માધાપરમાં 66 કે.વી. સબ સ્ટેશન શરૂ થતાં વીજ ધાંધીયાની સમસ્યાથી છુટકારો મળશે ?

291

ભુજ : શહેરના પરા સમાન ગામ માધાપરમાં લાંબા સમયથી વીજ ધાંધીયાની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત થયા છે. આ સમસ્યાથી લગભગ છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી ગ્રામજનો પ્રભાવિત છે. ખાસ કરી ગામના જુનાવાસ વિસ્તારમાં વીજળી અવાર નવાર ચાલી જતી હોય છે. ગણી વખત દિવસમાં 7-8 વખત કલાક-કલાકના અંતરે વીજ વિક્ષેપ થાય છે. આ સમસ્યા બાબતે અનેક વખત આ એરિયાના લોકો ભેગા થઈ અને રજૂઆત પણ કરેલ છે. જેના અનેક વાર માધ્યમોમાં અહેવાલ છપાઇ ચૂક્યા છે.

આ સમસ્યા મુદે બે વર્ષ અગાઉ તા. 15-6-17 ના “માધાપર મિત્ર” સાપ્તાહિક પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જી.ઇ.બી. ના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યાનો સમાધાન ત્યારે જ થશે જ્યારે અહીં અલગથી સબ સ્ટેશન ઉભું થશે. કારણ કે માધાપરના પ્રભાવિત વિસ્તારોની લાઇન ભુજોડી મધ્યેથી એગ્રીકલ્ચરમાંથી પસાર થાય છે. સમસ્યા ત્યાંથી હોય છે, જેથી પુરવઠો બંદ કરવું પડે છે. જેના ભોગે માધાપરના અમુક એરિયાને હાલાકી ભોગવવી પડે છે.

ત્યારે ગત તા. 8 મીએ માધાપર ખાતે 66 કે.વી. ભુજ-ડી સ્ટેશનનું રાજયમંત્રી વાસણ આહિર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ ગામના રાજકીય સામાજિક અગ્રણીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે માધાપરનાં ગ્રામજનોમાં એક સવાલ ચર્ચાઈ રહ્યું છે કે શું હવે વીજ ધાંધીયાથી માધાપર જુનાવાસની પ્રજાને છૂટકારો મળશે ? ત્યારે “વોઇસ ઓફ કચ્છ” ન્યૂઝ દ્વારા માધાપર જી.ઇ.બી. ના મુખ્ય અધિકારી ત્રીપાઠી સાહેબનો સંપર્ક કરી આ સવાલ પુછવામાં આવ્યો. જે સંદર્ભે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સબ સ્ટેશન બની જતા વીજ ધાંધીયાની સમસ્યાથી છુટકારો 100% ટકા મળશે. પણ અત્યારે લાઇનોનું ફેરબદલ કરવાનું ચાલું છે. જે પ્રોસેસના કારણે અત્યારે લાઇનનું સટ-ડાઉન ચાલુ રહેશે. લાઇનોને વ્યવસ્થિત રીતે લોડ ચેકીંગ કરી અને ફેરફદલી કરવાની પ્રોસેસ કરવાની હોઇ, જેથી હજી પણ 2 ત્રણ મહિના જેટલો સમય લાઇટ આવ જાવની સમસ્યા રહી શકે છે.

જે થી સ્પષ્ટ થાય છે કે હજી બે-ત્રણ મહિના આ સમસ્યા રહે તેવી શક્યતા છે. પણ આખરે ગ્રામજનોને સતાવતી વીજ ધાંધીયાની આ ભયંકર સમસ્યાનું કાયમી નિરાકરણ થઇ જશે.

Get real time updates directly on you device, subscribe now.