કચ્છમાં વસતા ગરીબ બિહારી પરિવારની બાળકીની સારવાર માટે સરકાર આગળ આવશે ? રફીક મારા

659

ભુજ : બિહારના રહેવાસી ખાનગી કંપનીમાં નોકરી કરતા પરિવારની 3 વર્ષની દિકરીની બિમારીનું ઇલાજ તેમનું અહિંનું કોઈ પ્રૂફ ન હોવાના કારણે નહીં થાય તેવું જિલલા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હોવાનું આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ મંત્રી રફીક મારાએ કર્યો છે.

સમગ્ર મામલો એમ છે કે બિહારના રહેવાસી અને હાલ કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરનાર વર્ધમાન નગર ભુજોડી મધ્યે રહેતા અર્જુન કુમાર ઠાકુરની 3 વર્ષીય પુત્રી સંતીષી કુમારીને થોડા દિવસો અગાઉ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જી. કે. ના ડોકટરોએ જણાવ્યું હતું કે આ છોકરીને બ્લીડીંગ ડિઓલ્ડર છે. જેને હિમોફોલીયા કહેવામાં આવે છે. આ બિમારીના ઇલાજ માટે હિમોટોલોજીસ્ટ ડો. ની જરૂર પડે છે. બાળકીને આ બિમારી 3 ફેકટર લો લેવલ પર છે. જેના માટે ઇન્જેકશન આપવાની જરૂર પડે છે. જેની કિમત 24000 રૂપિયા થાય છે. જી. કે. ના ડોકટરોએ આ ઇલાજ અમદાવાદ થાય તેવું જણાવ્યું છે. આ બાબતે રફીક મારાએ રૂબરૂ મુલાકાત લેતા તેમને એવું જણાવવામાં આવ્યુ કે આ પરિવાર મુળ બિહારનો રહેવાસી હોવાથી ગુજરાતનો કોઇ પ્રુફ તેમની પાસે નથી. તેથી ફ્રી સારવાર આપી શકાય તેમ નથી. આ ગરીબ પરિવાર પાસે એટલા બધા રૂપિયા પણ નથી કે રૂપિયા ભરીને ઇલાજ કરાવે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનું સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આવી કોઈ યોજના નથી છતાંય હું મારી રીતે પ્રયત્ન કરૂં છું. બાદમાં સ્ટાફના ડોક્ટરોએ જણાવ્યું કે રાશનકાર્ડ અહીં ટ્રાન્સફર કરાવે તો તેનો ઇલાજ ફ્રી થઈ શકે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું આ બાળકી ભારતની રહેવાસી નથી ? આ બાળકીના જીવન મરણના પ્રશ્નને સાઈડમાં મુકી દર્દીના રાજયની પુછી રહ્યા છે. થોડા સમય પહેલા બિહારી ગુજરાતીના ઉદભવેલા વિવાદ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બીહારી ને ગુજરાતી બન્ને સમાન છે. ત્યારે ગુજરાત સરકાર આ માસુમ બાળકીના વ્હારે આવશે ? તેવો સવાલ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે 14 દિવસથી પ્રયત્નો કરી ફ્રી સારવાર અપાવવામાં આવી છે. આ બાળકીનો ગુનો માત્ર એટલું જ છે કે તે બિહારમાં જન્મી છે. અને ગુજરાતના કોઇ પુરાવા તેઓ પાસે નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે શું આપણે રાજશાહિ સમયમાં જીવી રહ્યા છીંએ ? જેના કારણે બીજા રાજયના રહેવાસીને કોઇ સવલત ન આપવી. ખરેખર માનવતા તો તે સમયમાં હતી કે રાજયની હદો જોયા વગર કોઇ પણ વ્યક્તિની સમસયા દૂર કરી આપવામાં આવતી. ત્યારે આધુનિક યુગમાં તેના પાસે ગુજરાનો પુરાવો નથી તેવું કારણ આગળ ધરી સારવાર ન આપવી કેટલું યોગ્ય છે ? સારી અને ફ્રી આરોગ્ય સેવાની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરતી સરકાર આ બાળકીને સારવાર અપાવવા શું તેના મૃત્યુ પછી જાગશે ? તેવા વેધક સવાલો રફીક મારા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે.

જો રાજ્યના મુખ્યમંત્રી તથા અધિકારીઓ આ બાળકીના વ્હારે નઇ આવે તો બિહારના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો આ બાળકી માટે કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.