રાજકીય ટોળાશાહી સામે આર્ચીયન કંપનીનો પલટવાર : અસામાજિક વર્તન અને હિંસા સાંખી નહી લેવાય

472

ભુજ : તાલુકામાં આવેલ આર્ચીયન કંપનીની માલિકીની ગાડીમાં રાજકીય ટોળાશાહી કરી કરવામાં આવેલ તોડફોડ બાદ ધારાસભ્યના પૂત્ર સહિતના ટોળા પર ફરિયાદ દાખલ થઇ છે. જે સંદર્ભે આર્ચીયન કંપની દ્વારા આ બાબતે અમુક લોકો પોતાના અંગત હીત માટે ગુમરાહ કરી રહયા હોવાનું જણાવાયું છે.

કંપની દ્વારા પ્રેસનોટ મારફતે જણાવ્યું છે કે આ કંપની છેલ્લા 10 વર્ષથી કચ્છમાં કાર્યરત છે. ગત ગુરૂવારે દેશલપર ગું. ચોકડી પાસે કંપનીની માલીકીની ટ્રકોમાં ચોક્કસ વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. તેમજ કંપનીના લોકોને પણ મારપીટ કરાઇ છે. આ પ્રકારનુ અસામાજિક વર્તન અને હિંસા અમોને સ્વીકાર્ય નથી. જેથી અમોએ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. વિશેષમાં કચ્છના મુન્દ્રામાં ઉદ્યોગોના આગમન બાદ કચ્છ બહારની 12000 જેટલી ગાડીઓ ચાલી રહી છે. અને જયારે સ્થાનિકોની રોજગાર આપે છે ત્યારે આ પ્રકારની ઘટના દૂ:ખદ છે. કંપની લાંબા સમયથી સ્થાનિકોને રોજગાર આપી રહી છે. તેમજ સ્થાનિક ટ્રક માલિકોને પણ રોજગાર મળી રહ્યું છે. પણ છેલ્લા થોડા સમયથી અમુક ચોક્કસ લોકો પોતાનું આધિપત્ય જમાવવા કંપનીને યેનકેન પ્રકારે વિવાદમાં નાખી રહ્યા છે. તેમજ એસોસિયેશન બનાવી પોતાનુ હીત સાધવા લોકોને ગેરમાર્ગે દોરી સ્થાનિક લોકોને રોજગારી અટકાવી રહ્યા છે. હાલમાં કંપની સ્થાનિકોની 300-350 છેલી જે ટ્રકો છે તે તમામ લોડ કરી રહી છે. મીઠાના પરિવહનમાં ખર્ચ ઘટાડવા અને સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા કંપનીએ માલીકીની ટ્રકો રાખેલ છે. પણ તેનાથી સ્થાનિક ટ્રક માલિકોને મળતા રોજગારને કોઇ અસર થશે નહીં. સ્થાનિક લોકોના ઓઠા તળે ટ્રક માલિકોને ગુમરાહ કરતા અને કંપની દ્વારા મળતા તમારા વ્યવસાયને નુકશાન કરતા ચોક્કસ હિત સાધકોથી ચેતી અને દૂર રહેવા કંપનીએ જણાવ્યું છે.

કંપનીમાં હાલ લોડીંગ ચાલુ છે. જેથી સર્વે ટ્રક માલિકો આવેશમાં આવ્યા વગર લોડીંગ માટે ટ્રકો મોકલી આપે. કંપનીએ હંમેશા સ્થાનિકોને અગ્રતા આપેલ છે. જો ચોકકસ હિત સાધકોના દૂષ્પ્રચારમાં આવી અને ટ્રકો મોકલવામાં નહીં આવે તો તેઓને ધંધાની જરૂર નથી એમ માની કચ્છના અન્ય વિસ્તારોના ટ્રાન્સપોર્ટરોને કામ આપવામાં આવશે તેવું કંપની દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.