અળધી રાત્રે ભુજ નગરપાલિકાના ટેન્કરો આઇસ ફેકટરીની સેવામાં !

724

ભુજ : શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની અછત હોવા છતાં ભુજ નગરપાલીકાના ટેન્કરો મારફતે બરફની ખાનગી ફેકટરીઓમાં પાણી પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ મહિલા સ્વાભિમાન સંઘર્ષ સમિતિના અંજલી ગોર દ્વારા કરવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લખેલા પત્રમાં જણાવાયું છે કે ભુજ નગરપાલિકાના ટેન્કરો દ્વારા રાત્રીના સમયમાં બરફની ખાનગી ફેકટરીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. જેની વિડીઓ ક્લીપ પણ રજુ કરવામાં આવી છે. આ મુદે જવાબદારો સામે પાણી ચોરી અને સરકારી સાધનોના દુર ઉપયોગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ મુદે “વોઇસ ઓફ કચ્છ ન્યૂઝ” દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ ટેન્કર દ્વારા આપવામાં આવતો પાણી નગરપાલિકામાં પૈસા ભરાવી અને આપવામાં આવે છે. પૈસા ભરાવી અને નગરપાલિકા દ્વારા પાણી આપી શકાય છે તેમાં કંઈ ખોટું નથી. જયારે અરજદારનો એવો પણ આક્ષેપ છે કે નગરજનોને પૂરતો પાણી મળતું નથી ત્યારે નગરપાલિકા ખાનગી પેઢીઓને પાણી આપે તે યોગ્ય નથી. અને નોમ્સ પ્રમાણે નગરપાલિકા ખાનગી પેઢીઓને પાણી આપી શકતી નથી. જો કે અરજદાર દ્વારા કલેકટરની રૂબરૂ મુલાકાત લેતા આ બાબતે યોગ્ય કરવા કચ્છ કલેકટરે અરજદારને જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.