સેફ્ટી વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાવો…

420

ભુજ : અઠવાડિયા અગાઉ સણોસરા ગામે પવન ચકકીમાં આગ લાગી હતી. ત્યારે આ આગને કાબુ કરવા માટે કંપની પાસે કોઇ સુવિધા ન હતી. આ મુદે પવનચક્કીની કામગીરીમાં સુરક્ષાની તપાસ કરવા તેમજ સુરક્ષા વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાડવા તાલુકા કોંગ્રેસ મંત્રી અલીમામદ ચાકીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ કચ્છમાં અનેક જગ્યાએ કંપનીઓ દ્વારા પવનચક્કીઓ લગાડવામાં આવી છે. પણ સુરક્ષા મુદે કોઇ વ્યવસ્થા કરાઇ નથી. થોડા દિવસો અગાઉ 14 જુલાઇના સણોસરા ગામે પવનચક્કીમાં અચાનક આગ લાગી હતી. આ આગને કાબુ કરવા કોઈ પણ જાતની વ્યવસ્થા ન હતી. આ પવનચક્કીઓ લગાડ્યા બાદ આવી ઘટનાઓ બને તો તેને રોકી અને આમ જનતાને નુકસાન ન થાય તે પ્રકારની સુરક્ષા બાબતે ધ્યાન ન રખાયું હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. આ પવનચક્કીઓ ફકત પૈસા કમાવવા લગાડવામાં આવી છે. માટે કચ્છમાં જે વિસ્તારોમાં પવનચક્કી લાગેલી છે. તે પવનચક્કીની કંપની વાળાએ એક હેલ્પલાઇન શરૂ કરવી જોઇએ. જેથી આવી ઘટના બને ત્યારે તાત્કાલીક જાણ કરી શકાય. તેમજ આવી ઘટનાને કાબુ કરવા કરવા સેફ્ટી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી નુકશાન ઓછું થાય. તેમજ દરેક કંપનીએ પહેલા સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી પછી જ પવનચક્કીઓ લગાડવી જોઇએ અને સુરક્ષા વ્યવસ્થા વગર આડેધડ લગાડવામાં આવતી પવનચક્કીઓ પર જન હિતને ધ્યાને લઇ રોક લગાવવા કલેકટરને લેખિતમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.