જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે હરિ હિરા જાટિયાની વરણી

409

ભુજ : કચ્છ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે હરિ હીરા જાટીયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ચેરમેન નવિન જરૂ ની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા ચેરમેન તરીકે ફરિ આહિર સમાજના જ આગેવાનને તક આપવામાં આવી છે. હરિ હીરા જાટીયા ગત અઢી વર્ષની ટર્મ દરમ્યાન તેઓ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કામગીરી કરી ચુકયા છે. અગાઉ નિમણૂંકોમાં આહિર સમાજને કયાંય મહત્વનો હોદો ન આપતા સમાજમાં અંદરોઅંદર નારાજગી પ્રસરી હતી. આ નારાજગી ખાળવા માટે કારોબારી ચેરમેનનું પદ આહિર આગેવાનોએ આપવામાં આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. તે સિવાય ન્યાય સમિતિના ચેરમેન તરીકે વસંત વાઘેલાની નિમણૂક કરાઈ અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે છાયાબેન ગઢવીને રિપીટ કરવામાં આવ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.