કચ્છમાં મોખા ટોલ નાકો સતાવાર ચાલુ થયા પહેલા જ પ્રજા પાસે ટોલટેક્ષના કરોડો રૂપિયા વસુલી લીધા ?

764

મુન્દ્રા : અંજાર મુન્દ્રા રોડ પર મોખા ટોલગેટની સતાવાર શરૂઆત પહેલા ટોલટેક્ષના કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું આ. ટી. આઇ દ્વારા ચોંકાવનારો ખુલ્લાસો થયો છે. મુન્દ્રા તાલુકાના હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજાએ આ બાબતે RTI તળે માહિતી માંગી હતી. જેમાં પુછવામાં આવ્યું કે મોખા ટોલગેટ કયારે ચાલુ કરવામાં આવ્યું તેના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટી જવાબ આપ્યો કે ટોલગેટ 7 નવેમ્બર 2018 થી શરૂ કરવામાં આવશે. બીજા મુદામાં પુછવામાં આવ્યું કે અત્યાર સુધી ટોલટેક્ષ પેટે કેટલે રૂ. વસુલવામાં આવ્યા તેના જવાબમાં 8,92,92203 રૂ. મે 2018 સુધી વસુલાત કરી હોવાનો ખુલ્લાસો કર્યો છે. આ મુદા પરથી સ્પષ્ટ થાય છે કે ચાલુ કરવાની તારીખ થી પહેલા પ્રજા પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે અને આ પ્રજા પાસેથી ગેરકાયદેસર વસુલાત છે. આ વસુલાત ગેરકાયદેસર હોવાની બીજી પણ સ્પષ્ટતા અન્ય એક મુદામાં થઈ છે, જેમાં પુછવામાં આવ્યું કે આ રોડ કેટલો બની ગયો અને કેટલો બાકી છે. જેના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ જણાવ્યું કે આ રોડ 71.400 કી. મી. બનાવવાનું હતું જેમાથી 64.48 કી. મી. કામ પૂર્ણ થયું છે. આ બાબતે સામાજિક કાર્યકર ઉસ્માનગની શેરાસીયાએ ‘વોઇસ ઓફ કચ્છ ન્યુઝ’ સાથે વાત કરતા જણાવ્યું કે નેશનલ હાઇવેના નિયમ પ્રમાણે જયાં સુધી રોડનું કામ સંપૂર્ણ પુરૂં ન થાય ત્યાં સુધી ટોલ નાકો ચાલુ જ કરી શકાતું નથી. આ બાબતે અમોએ માહિતી અધિકારીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ તેઓએ કહ્યું કે તમને જે લેખીતમાં આપ્યું તે સાચું જ છે તેવું ઉસ્માનગની શેરાસીયાએ જણાવ્યું હતું. જો આ વાતને માની લઈએ તો કરોડો રૂ. ની ટોલટેક્ષ વસુલાત પ્રજાને છેતરીને ગેરકાયદેસર થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. હવે જોવું એ રહ્યું કે જો આ બાબતે અધિકારીઓની ભુલ થઈ હોય તો જે તે અધિકારીએ સ્પષ્ટતા કરવી જરૂરી છે. નહીંતર આ કરોડોની રકમ પ્રજા પાસેથી છેતરીને વસુલાત કરાઈ છે તેવું માનવું ખોટું નથી.

Get real time updates directly on you device, subscribe now.