ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિંદુ દેવી દેવતાઓની મુર્તિઓની તોડફોડ કરનાર આરોપી પકડાયો

1,809

ભુજ : શહેરમાં રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટના બની હતી. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડવામાં આજે પશ્ચિમ કચ્છ LCB એ સફળતા મેળવી છે. LCB ને રાજગોર સમાજના સ્મશાનમાં દેવી-દેવતાઓની મુર્તીઓ તોડફોડ કરનાર આરોપીની બાતમી મળતા જેલ કવાર્ટર આશાપુરા નગરની તેને દબોચી લીધો છે. આરોપી ઓસમાણ ઉર્ફે ડાડો જુસબ સમા ભુજના સરપટ નાકા બહાર શાંતિ નગરનો રહેવાસી છે. આરોપીને પકડીને પુછપરછ કરતા તેણે રાજગોર યુવકો સાથે પોતાના મિત્રોની માથાકૂટ થઈ હોવાથી બદલો લેવાના ઇરાદે રાજગોર સમાજના સ્મશાનમાં મુર્તીઓ તોડફોડ કરી હોવાનું કબુલાત કરતા તેની અટક કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.