ટોપી પહેરી રોજા છોડાવનાર અબડાસાના MLA કચ્છમાં સોશ્યલ મીડિયા પર વધી રહેલ કોમી તનાવનો ભોગ બન્યા

2,880

ભુજ : છેલ્લા થોડા સમયથી કચ્છમાં ધાર્મિક લાગણી દુભાવવાના કિસ્સાઓ વધ્યા છે. કોમી એકતા માટે જાણીતા કચ્છ જિલ્લામાં થોડા સમયથી અમુક મુઠી ભર અસામાજિક તત્વોએ કોમીએકતાને ખલેલ પહોંચાડી રહયા છે. કમનસીબે આ કોમી તનાવનો ભોગ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા બન્યા છે. પ્રધ્યુમનસિંહ જાડેજા લખપત તાલુકાના આશાલડી ગામે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ નિમિતે મુસ્લિમ બીરાદરોને શુભેચ્છા પાઠવવા ગયા હતા. જયાં તેમણે ટોપી પહેરી મુસ્લિમોને રોજા છોડાવ્યા હતા. આ પ્રસંગના ફોટોગ્રાફ પર સોશ્યલ મીડિયા પર કરણદેવસિંહ અને વિરેન્દસિંહ જાડેજા નામના યુઝર્સે ધાર્મિક તેમજ અભદ્ર ટીપ્પણી કરી હતી. તેમજ વિક્રમસિંહ સોઢાએ પણ અભદ્ર લખાણ લખ્યું હતું. આ પ્રકારની ટીપ્પણીને કોમી ઉશ્કેરણી જનક તેમજ ભડકાઉ ટીપ્પણી ગણાવી ત્રણેય યુઝર્સ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા અબડાસા MLA એ નખત્રાણા એ. એસ.પી તેમજ LCB ને રજુઆત કરી છે.

Get real time updates directly on you device, subscribe now.