મોથાળા નુરમામદ પીરની દરગાહમાં તોડફોડ કરનાર ઝડપાયો

5,406

અબડાસા : તાલુકાના મોથાળા ગામે આવેલ નુરમામદશા પીરની દરગાહમાં ગત 23 ફેબ્રુઆરીએ તોડફોડ અને કીતાબોને સળગાવવાની ઘટના બની હતી. ગત 23 ફેબ્રુઆરીએ અમુક અસામાજિક તત્વોએ દરગાહમાં સાધનો વડે તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને દરગાહની ચાદર તેમજ ધાર્મિક કીતાબોને આગ ચાંપવાનું કૃત્ય આચર્યું હતું. તેમજ દિવાલ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગાળો લખી હતી. જેમાં પોલીસને એક જણા ને પકડવામાં સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ એસ.પી એ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતે જાહેરાત કરી છે. આ આરોપીનું નામ જુસબ જાકબ ત્રાયા છે તે નાગીયારી ગામનો રહેવાસી છે. અને આરોપી મુંગો બહેરો છે. અને આ આરોપી ફક્ત મોથાળા દરગાહ તોડફોડ પ્રકરણનો આરોપી હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે.

 

Get real time updates directly on you device, subscribe now.