‘સરકારમાં હું રજૂઆત કરૂ તો મને કહે છે કે મત તો મળ્યા નથી શું હાલ્યા આવો છો’ : નિમાબેન

6,662

ભુજ : ધારાસભ્ય નિમાબેન આચાર્યએ શનિવારે ખાવડા મધ્યે પશુપાલક મંડળીઓને બોનસ વિતરણના કાર્યક્રમમાં ગંભીર નિવેદન આપ્યુ છે. ઘાસચારા અને પાણીની સમસ્યા બાબતે તેઓએ જણાવ્યું કે ‘ ઉપરવાળાની મહેરબાનીથી બધું સારું થશે પાણી મળશે ઘાસચારો મળશે જોઉં હવે સરકાર મારૂં કેટલું માને છે. હવે હું જાઉં તો મને એમજ કે કે મતતો મળ્યા નથી હું હાલ્યા આવો છો પણ હું હસીને કાઢી નાખું છું’.

વધુમાં તેમણે જણાવ્યું કે ઉપરવાળો (સરકાર) તમને મદદ કરશે પણ તમે ભુલ કરી (મત ન આપવાની) તે સ્વીકારી લેજો કારણકે મોટા માણસોને ભુલ કરીને સ્વીકારો નહીં તો બહુ ખરાબ લાગે. નિમાબેન આચાર્યના આ નિવેદનથી સરકારની નીતિ સતાપક્ષને મત આપ્યા હશે તો કામ થાય તેવું સ્પષ્ટ થાય છે. અને જો સરકાર ધારાસભ્યને આવું જવાબ આપે છે તો સામાન્ય પ્રજા ગાંધીનગર પ્રશ્નો લઈ જતી હશે તેને કેવા જવાબ મળતા હશે ? તેની કલ્પના જ કરવી રહી. અને આ નિવેદનથી નિમાબેન મતદારોને ઠપકો આપી રહ્યા હતા કે સરકાર વિરુદ્ધમાં નિવેદન કરી રહ્યા હતા ? એ પણ એક પ્રશ્ન છે.

Get real time updates directly on you device, subscribe now.