ભુજમાં સગાઇ તોડવા બાબતે મન દુઃખ રાખી યુવતીને માર મરાયો

1,876

ભુજ : શહેરના સરપટ નાકા વિસ્તારમાં જુની મુસ્લિમ સ્કૂલ પાસે રહેતી 17 વર્ષીય સીમા દાઉદ ત્રાયાને અશરફ જુણેજાએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. યુવતીને માર મારવા પાછળ યુવતીના માતા-પિતાએ સગાઇ તોડી નાખવાનું કારણ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. યુવતીના માતા પિતાએ સગાઇ તોડી નાખવાનું મન દુઃખ રાખી આરોપી અશરફે યુવતીને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી યુવતીને અભદ્ર ગાળો આપી તેને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાબતે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ IPC કલમ 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.