અબડાસા દરગાહ નુકસાન પ્રકરણમાં રાજકીય ષડયંત્રની આશંકા : રફીક મારા

2,539

ભુજ : અબડાસા તાલુકામાં છેલ્લા બે મહિનામાં અસામાજિક તત્વો દ્વારા ત્રણ દરગાહોને નુકસાન થવાના બનાવો બન્યા છે. આ તમામ ઘટનાઓ રાજકીય ષડયંત્ર રચી અંજામ આપવામાં આવી હોવાનો આક્ષેપ જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કર્યો છે. રફીક મારાએ જણાવ્યું છે કે આ પ્રકારે શ્રેણીબદ્ધ ઘટનાઓને એક જ સમાજનાં ધાર્મિક સ્થાનને નિશાન બનાવી અંજામ અપાઈ રહ્યું છે તે ખરેખર ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં રાજકીય રંગ હોવાનું જણાઈ રહ્યું છે.

આવા કૃત્યોને અંજામ આપવાથી મુસ્લિમ સમાજ ઉશ્કેરાઈ અને ખોટું પગલું ભરે જેનાથી જીલ્લામાં કોમીવૈમનસ્ય ફેલાય અને આવનારા સમયમાં તેનો રાજકીય લાભ મળે તેવા નાપાક ઇરાદાથી આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ ઇરાદાને પાર પાડવા ભાડૂતી માણસોનો ઉપયોગ થઈ રહ્યો હોય અને મુખ્ય સૂત્રધાર પડદા પાછળ રહીને આ સમગ્ર ષડયંત્ર ચલાવી રહયા હોય તેવું બની શકે છે. માટે આ સમગ્ર ઘટનાઓની પોલીસ દ્વારા તટસ્થ ન્યાયિક તપાસ થવી જોઈએ સાચી દિશામાં તપાસ થાય તો આ સમગ્ર પ્રકરણે મોટા માથાઓના નામ ખુલે તેવી પુરે પુરી શકયતા હોવાનું રફીક મારાએ જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.