મોબાઈલ ટાવરના જનરેટરની ચોરાયેલ બેટરી સાથે મુન્દ્રા પોલીસે ચોરની ધરપકડ કરી

487

મુન્દ્રા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી મુન્દ્રા PI એમ.જે. જલુ સાથેનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પ્રાગપર ચોકડી પાસે પીયાગો આપે રીક્ષા ચાલક ગાંગજી નારાણ દનીચા રહે. રામાણીયા પાસેથી ઇન્ડસ ટાવર કંપનીની બેટરી મળી આવતા તેના પાસે બેટરી અને રીક્ષાના પુરાવા ન મળતા આ બેટરી ચરીથી મેળવી હોવાનું જણાતા તેને તા. 8/3 ના સાંજે 6 વાગે મુન્દ્રા પોલીસે અટક કરી હતી.

તેના પાસેથી આપે રીક્ષા અને બેટરી રૂ. 23000 નો મુદામાલ કબ્જે કરેલ તપાસ દરમ્યાન આ બેટરી રામાણીયા ગામે આવેલ ઇન્ડસ મોબાઇલ ટાવરના જનરેટરમાંથી ચોરી થઈ હોવાનું જણાતા ઇન્ડસ ટાવરના અધિકારીઓને પુછતા આ બેટરી ઓળખી કાઢી હતી. અને ચોરી કરનાર વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેની આગળની તપાસ માટે મુન્દ્રા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Get real time updates directly on you device, subscribe now.