આગામી ૧૭મીએ જિલ્‍લા સંકલનની બેઠક યોજાશે પણ જિલ્‍લા ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

141

ભુજ, શુક્રવાર : આગામી તા.૧૭મી ફેબ્રુઆરી-૨૦૧૮ના કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવાની થાય છે, પરંતુ જિલ્‍લામાં હાલે સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી-૨૦૧૮ યોજાનાર હોઇ જેની આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ, આ આચારસંહિતા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી જિલ્‍લા ફરિયાદ સમિતિ (બીજો તબકકો) એટલે કે પદાધિકારીઓની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. તથા જિલ્‍લા સંકલન સમિતિ (પ્રથમ તબકકો) એટલે અધિકારીઓની બેઠક આગામી તા.૧૭મી ફેબ્રુઆરી -૨૦૧૮ના રાબેતા મુજબ યોજાશે જેની તમામ સબંધિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ નોંધ લેવા શ્રી ડી.આર.પટેલ નિવાસી અધિક કલેકટર, કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.