કચ્છમાં આતંકી ઘુસ્યા હોવાનો વિડિઓ વાયરલ : જાણો શું છે હકિકત

3,709

ભુજ : બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના મોટા શહેરોમા એલર્ટ જાહેર કરાયો છે.

પણ હકીકત કંઈક અલગ છે આ વિડિઓની તપાસ કરતા જે યુ-ટયુબ લિંક વાયરલ થઈ તે લિંક 17 ફેબ્રુઆરી 2017ના પબ્લીસ થયેલ છે અને આ વિડિઓમાં નીચેની પટ્ટીમાં ઉતરપ્રદેશ વિધાનસભા ચુંટણીના ન્યુઝ ચાલુ છે. આ તમામ બાબતો ચકાસતા સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિડિઓ 12 મહિના પહેલાનો છે માટે આ ખોટો વિડિઓ એક બીજાને સેન્ડ કરી ભ્રમ ફેલાવવાથી દૂર રહેવા અપીલ છે.

Get real time updates directly on you device, subscribe now.